શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોવનના દશાબ્દી ત્રિ-દિવસીય મહોત્સવની તૈયારીઓ
પ્રાતઃ સ્મરણીય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના પાવન સાનિધ્યમાં પ.પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણા કૃપા અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં ,નડિઆદ સંતરામ મંદિર સંચાલિત શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રની ઉદઘાટન ચૈત્રવદ અગિયારસ 2013 પ.પૂ શ્રી લક્ષ્મણદાસજી મહારાજની સમાધિ તિથિના દિવસે ,પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજના શ્રી મુખે વિષ્
Advertisement
પ્રાતઃ સ્મરણીય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના પાવન સાનિધ્યમાં પ.પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણા કૃપા અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં ,નડિઆદ સંતરામ મંદિર સંચાલિત શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રની ઉદઘાટન ચૈત્રવદ અગિયારસ 2013 પ.પૂ શ્રી લક્ષ્મણદાસજી મહારાજની સમાધિ તિથિના દિવસે ,પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજના શ્રી મુખે વિષ્ણુ સહસ્ત્રના પાઠનું પઠન કરીને, સંતશ્રીઓ અને ભક્તોની ઉપસ્થિતિમાં સવારના 7 કલાકે કરવામાં આવેલ.
વ્યંધત્વના કેસો વધ્યા
ગર્ભાવસ્થા દરમિયાન માતા અનિક શારીરિક- માનસિક સમસ્યાઓનો સામનો કરતી હોય છે. આજના ટેકનોક્રેટ તથા ફેશન પરસ્ત અને ધમાલવાળા યુગમાં પ્રેગ્નન્સી ન રહેવી તે પણ એક મોટી સમસ્યા છે. શારીરિક અને માનસિક અનેક ઉણપો ને લીધે બાળક નહીં થવાના (વ્યંધત્વ)ના કેસો વધી રહ્યા છે. આ તમામ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ સનાતન વૈદિક સંસ્કૃતિના શાસ્ત્રોમાં બતાવવામાં આવેલ છે અને તેને અનુમોદન આપણા આયુર્વેદિક શાસ્ત્રોમાં પણ આપવામાં આવેલ છે.
ગર્ભ સંસ્કાર કેન્દ્ર
સનાતન વૈદિક સંસ્કૃતિના શાસ્ત્રો-આયુર્વેદિક વિજ્ઞાન અને વર્તમાન સાયન્સનો સમન્વય કરી કરીને કેવી રીતે આ બધી સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય અને સમાજને સ્વસ્થ બૌદ્ધિક સંતાન પ્રાપ્ત થાય તેવા આશયથી શ્રી સંતરામ મંદિર નડિઆદ દ્વારા "તપોવન" શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તેમજ શ્રી સંતરામ પ્રિનેટલ - પોસ્ટનેટલ ફિઝિયોથેરાપી સેન્ટરના સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવેલ
- ગર્ભ સંહિતા પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવશે.
- ગર્ભ સંવાદ ઓડિયો CD પણ બહાર પાડવામાં આવશે.
- ઉપસ્થિત સંત શ્રી ઓ ના હસ્તે "શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર" ની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે.
સેમીનાર ના વિષયો
- આધ્યાત્મિકતા સાથે બાળઉછેર
- આત્મવિશ્વાસથી ભરપૂર બાળકોનું ઉછેર
- સનાતન વૈદિક ધર્મની માનવને ભેટ - ગર્ભ સંસ્કાર
ગર્ભવતી બહેનો માટે કાર્ય સૂચિ
પ.પૂ લક્ષ્મણદાસજી મહારાજની સમાધિ તિથિએ શરૂ થયેલ આ સેવાયજ્ઞ ગુજરાતમાં આ પ્રકારનું કાર્યકરતી પહેલી સંસ્થા હતી. નડિયાદ શહેરના તજજ્ઞ ગાયનેક ડોક્ટરની ટીમનું માર્ગદર્શન મેળવીને સંસ્થા આવનાર ગર્ભવતી બહેનોને કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવી, કેવા પ્રકારનું વાંચન કરવું. કઈ કઈ કસરત-યોગ-આસન કરાવવા અને કયો કયો ખોરાક લેવો-કયા સમયે લેવો, તેનું વિસ્તૃત કાર્ય સૂચિ બનાવીને તપોવનમાં આવતી ગર્ભવતી બહેનોને તે મુજબનું કાર્યક્રમ કરવાનું શરૂ કરવામાં આવ્યો.
સોનોગ્રાફીની વ્યવસ્થા
શ્રી સંતરામ મંદિર નડિઆદ સંચાલિત સોનોગ્રાફી સેન્ટરમાં ગર્ભની તપાસ માટે ફ્રી સોનોગ્રાફીની વ્યવસ્થા પણ કરવામાં આવી. તપોવન સેન્ટરમાં આવતી બહેનો માટે નિયમિત તબીબી તપાસ થાય તે માટે નિષ્ણાંત ગાયનેક ડોક્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી. અઠવાડિયામાં ત્રણ વખત જુદા જુદા દિવસે નિષ્ણiત ગાયનેક ડોક્ટર દ્વારા વિનામૂલ્યે સંસ્થામાં આવતી ગર્ભવતી બહેનોને ફ્રી શારીરિક તપાસ કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબ જરૂરી આયુર્વેદિક મેડિસિન પણ આપવામાં આવે છે.
ચાઈલ્ડ બ્રેઈન ડેવલપમેન્ટ સંસ્થા
સંસ્થા દ્વારા પરમ પૂજ્ય મહારાજશ્રીની આજ્ઞાથી 2015 માં ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ અને માર્ગદર્શન માટેનો અલગથી વિભાગ શરૂ કરવામાં આવ્યો. સાથે સાથે છ માસથી ત્રણ વર્ષ સુધીના બાળકનું બ્રેઈન ડેવલપ કરવા માટે દેશની પ્રથમ ચાઈલ્ડ બ્રેઈન ડેવલપમેન્ટ સંસ્થા શરૂ કરવામાં આવી. સામાન્ય રીતે બાળકની ઉંમર જન્મથી ૩ વર્ષ સુધીમાં 18% બ્રેઈન ડેવલપ થાય છે. તેમાં મહત્તમ કેવી રીતે કરી શકાય, સાયકોલોજીકલ કેવી રીતે, કેવા પ્રકારની પ્રવૃત્તિ કરાવી શકાય, માતાએ બાળક સાથે અને પરિવારમાં કેવા પ્રકારનું વર્તન વ્યવહાર કરવો જોઈએ. તે માટે નિષ્ણાંત વક્તાઓના સેમિનારનું વખતો વખત આયોજન કરવાનું અને ચાર મહિનાના બેઝિક અને એડવાન્સ કોર્ષ પછી બાળકનું સન્માન કરી સંતશ્રીઓના હસ્તાક્ષર વાળું પ્રમાણપત્ર આપવાનું.
દશાબ્દી મહોત્સવની ઉજવણી
સમાજના સશક્ત ઘડતર માટે તેના ઘડતરનો મુખ્ય આધાર માનવામાં આવે છે.અને એટલે જ શ્રી સંતરામ મંદિર નડિઆદના આ સેવા કેન્દ્ર દ્વારા શ્રેષ્ઠ માનવનું ઘડતર તેના જન્મ પહેલાથી જ કરવામાં આવે તેવા ઉત્તમ હેતુથી, કાર્યરત સંસ્થા તેના દશાબ્દી મહોત્સવ ઉજવી રહી છે.
વિવિધ આયોજનો
આ દશાબ્દી મહોત્સવમાં દસ વર્ષમાં આવી ગયેલ બહેનો અને તેમના બાળકો ભાગ લઈ શકશે. ત્રણ મહિના ચાલનાર દશાબ્દી મહોત્સવમાં સૌપ્રથમ વખત 1 વર્ષ થી 10 વર્ષના બાળકો સંસ્કૃતમાં શ્લોક ગાન, સંસ્કૃત ગીત ગાન, ગીતલેખન, વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, પઝલ સ્પર્ધા' નિબંધ લેખન સ્પર્ધા, યોગ સ્પર્ધા, રામાયણ ચોપાઈ તથા સનાતન ફોટો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.
5 હજારથી વધુ બાળકોનું રજિસ્ટ્રેશન
કુલ 10 સ્પર્ધામાં 5,000 થી વધુ બાળકો એ ઓનલાઇન તેમના ફોર્મ ભરેલ છે, તે પૈકી સૌપ્રથમ વખત ગુજરાતમાં યોજાતી સ્પર્ધાઓ સંસ્કૃત શ્લોક, સંસ્કૃત ગીત, રામાયણ ચોપાઈ - યોગ અને પઝલ સ્પર્ધા માટેના વર્કશોપ પણ શરૂ કરવામાં આવી દીધા છે. 40 થી વધુ બહેનોની ટીમ આ સ્પર્ધાઓનું સરળ કરવા માટે તનતોડ મહેનત કરી રહી છે.
સનાતન વૈદિક સંસ્કૃતિ ઉત્સવ
આકર્ષણનું કેન્દ્ર સંસ્કૃત શ્લોક રામાયણ ચોપાઈ સ્પર્ધા છે. સનાતન વૈદિક સંસ્કૃતિના વિવિધ તહેવારો અને ઉત્સવોની ઉજવણી આપણે કરીએ છીએ,પરંતુ તેના વિશેની સત્યકથાઓ આપણા બાળકોને કહેતા નથી. આ એક સમસ્યા છે, તેના નિવારણ માટે જ સનાતન ફોટો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.જેથી બાળકને સનાતન વૈદિક સંસ્કૃતિના ઉત્સવ મહોત્સવમાં ભાગ લેવડાવેલ હોય તે ફોટા મોકલવાના રહેશે.
સાંસ્કૃતિક કાર્યક્રમ
વિવિધ સ્પર્ધાઓ ઉપરાંત તારીખ 16/17/18 મે, 2023 ના ત્રણ દિવસ બાળકો માતાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવશે અને તે સમય દરમિયાન નિષ્ણાંત વક્તાઓનો મોટીવેશનલ સેમિનાર પણ કરવામાં આવશે. તપોવનની દશ વર્ષની યાત્રા દરમિયાન અનેક દીકરીઓએ તેમની સેવા સંસ્થાને આપેલ છે.તેમનું પણ સન્માન કરવામાં આવશે. શ્રી રામચરિત માનસમાં પંચતત્ત્વ આધારિત ચોપાઈઓની ઓડિયો CD (સ્વર સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ) બહાર પાડવામાં આવશે.
આ પણ વાંચો - ધોરડોમાં G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી વિદેશી મહાનુભાવો અભિભૂત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


