PM Narendra Modi ના આગમનને લઈ તડામાર તૈયારીઓ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendrabhai Modi) બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. PM નરેન્દ્રભાઈ મોદી 26 અને 27 મે બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. વડાપ્રધાન દાહોદ, ભુજ અને ગાંધીનગર ખાતે કાર્યક્રમોમાં હાજરી આપશે. PM ના ગુજરાત પ્રવાસ દરમ્યાન બે રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે. દાહોદ જતા પહેલા વડોદરા ખાતે તા. 26 ના રોજ રોડ શો નું આયોજન કરવામાં આવશે. ત્યાર બાદ તા. 26 તારીખે કચ્છના પ્રવાસ બાદ અમદાવાદમાં પણ રોડ શો યોજાશે. અને તા. 27 ના રોજ શહેરી વિકાસ મંત્રાયલના કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ મોદીના પ્રવાસને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તા. 26 મે ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સવારે 10.15 કલાકે વડોદરા એરપોર્ટ પહોંચશે. વડોદરા એરપોર્ટ થી હેલિકોપ્ટર દ્વારા પ્રધાનમંત્રી દાહોદ પહોંચશે. દાહોદ ખાતે બપોરે 12 વાગ્યે જાહેર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી હાજર રહેશે. દાહોદ ખાતે 20 હજાર કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટનું નિર્માણ થયું છે. જેમાં બનેલા 9000 એચપીના પ્રથમ લોકો મોટિલ એન્જિનનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. દાહોદ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી વડોદરા એરપોર્ટ પરત ફરશે.