Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે જામનગરની મુલાકાતે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે તેઓ જામનગરની મુલાકાત લેવાના છે. જામનગર ખાતે INS વાલસુરાને રાષ્ટ્રપતિ ચિહ્નનો સર્વોચ્ચ પુરસ્કાર અર્પણ કરશે. તેઓ 80 વર્ષની સેવા માટે ભારતની અગ્રણી નૌકા સંસ્થા INS વાલસુરાને પ્રેસિડેન્ટ કલર્સનું સર્વોચ્ચ સન્માન આપશે. આ દરમિયાન 150 જવાનો પરેડ કરશે અને રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપશે. રાષ્ટ્રપતિ INS વાલસુરાને પ્રેસિà
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે જામનગરની મુલાકાતે
Advertisement
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે તેઓ જામનગરની મુલાકાત લેવાના છે. જામનગર ખાતે INS વાલસુરાને રાષ્ટ્રપતિ ચિહ્નનો સર્વોચ્ચ પુરસ્કાર અર્પણ કરશે. તેઓ 80 વર્ષની સેવા માટે ભારતની અગ્રણી નૌકા સંસ્થા INS વાલસુરાને પ્રેસિડેન્ટ કલર્સનું સર્વોચ્ચ સન્માન આપશે. આ દરમિયાન 150 જવાનો પરેડ કરશે અને રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપશે. 

રાષ્ટ્રપતિ INS વાલસુરાને પ્રેસિડેન્ટ કલર્સનું સર્વોચ્ચ સન્માન આપશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસની મુલાકાતના પ્રથમ દિવસે વિધાનસભાને સંબોધન કર્યું હતું. આ ઈતિહાસમાં પહેલીવાર બન્યું કે, રાષ્ટ્રપતિએ વિધાનસભામાં ધારાસભ્યોને સંબોધ્યા હોય. આ સંબોધન બાદ તેઓ રાજભવન ખાતે પહોંચ્યા હતા. મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ 80 વર્ષની સેવા માટે ભારતની અગ્રણી નૌકા સંસ્થા INS વાલસુરાને પ્રેસિડેન્ટ કલર્સનું સર્વોચ્ચ સન્માન આપશે. આ સ્મરણીય પ્રસંગને યાદગાર બનાવવા માટે 150 જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે આદરણીય રાષ્ટ્રપતિને માન આપવા માટે ઔપચારિક પરેડ રજૂ કરવામાં આવશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નૌસેના સ્ટાફના વડા એડમિરલ આર. હરી કુમાર, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ એમ.એમ. હમ્પિહોલી તેમજ અન્ય વરિષ્ઠ નાગરિક અને સૈન્ય મહાનુભાવો આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેશે.
શા માટે અપાય છે આ એવોર્ડ
પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ સૈન્યના કોઇપણ એક યુનિટને શાંતિ અને યુદ્ધ બંને સમયમાં રાષ્ટ્રની અસામાન્ય સેવા બદલ સન્માનિત કરવા માટે આપવામાં આવે છે. ભારતીય નૌસેના સશસ્ત્ર દળોની પ્રથમ શાખા છે, જેને 27 મે 1951 ના રોજ ભારતના તત્કાલિન આદરણીય રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
શું છે INS વાલસુરા
1942 માં સ્થાપવામાં આવેલું INS વાલસુરા ભારતીય નૌસેનાની પ્રીમિયમ તાલીમ સંસ્થા છે. આ સંસ્થાને ભારતીય નૌસેના, તટરક્ષક દળ અને મિત્ર વિદેશી દેશોના અધિકારીઓ અને સૈન્ય નાવિકોને ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, શસ્ત્ર પ્રણાલીઓ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંગે તાલીમ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. INS વાલસુરાએ લગભગ 80 વર્ષ કરતાં વધારે સમયથી રાષ્ટ્રને આપેલી નોંધનીય અને શૌર્યપૂર્ણ સેવા બદલ પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી છે. પ્રારંભિક પરેડનું અગ્રણી સમાચાર ચેનલો પર પ્રસારણ કરવામાં આવશે. પ્રાસંગિક પરેડ પછી રાષ્ટ્રપતિ દ્વારા અન્ય મહાનુભાવ અતિથિઓની ઉપસ્થિતિમાં વિશેષ કવર બહાર પાડવામાં આવશે.

Tags :
Advertisement

.

×