ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 3 દિવસ ગુજરાતના મહેમાન, જાણો શું છે કાર્યક્રમ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 9 થી 11 એપ્રિલ દરમિયાન વિવિધ સત્તાવાર કાર્યક્રમો માટે ગુજરાતની મુલાકાતે છે. વડોદરામાં કેવડિયા ખાતે 9 અને 10 તારીખના રોજ રાષ્ટ્રીય કક્ષાની જ્યુડિશિયલ કોન્ફ્રન્સ યોજાશે. ન્યાયાધીશની કોન્ફ્રન્સના ઉદ્દઘાટનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહોચશે. સવારે 10.30 વાગે રાષ્ટ્રપતિ વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા, જયાં તેમનું સ્વાગત કરાયુ હતું. થોડા દિવસો પહેલા પણ રાષ્àª
04:33 AM Apr 09, 2022 IST | Vipul Pandya
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 9 થી 11 એપ્રિલ દરમિયાન વિવિધ સત્તાવાર કાર્યક્રમો માટે ગુજરાતની મુલાકાતે છે. વડોદરામાં કેવડિયા ખાતે 9 અને 10 તારીખના રોજ રાષ્ટ્રીય કક્ષાની જ્યુડિશિયલ કોન્ફ્રન્સ યોજાશે. ન્યાયાધીશની કોન્ફ્રન્સના ઉદ્દઘાટનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહોચશે. સવારે 10.30 વાગે રાષ્ટ્રપતિ વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા, જયાં તેમનું સ્વાગત કરાયુ હતું. થોડા દિવસો પહેલા પણ રાષ્àª
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 9 થી 11 એપ્રિલ દરમિયાન વિવિધ સત્તાવાર કાર્યક્રમો માટે ગુજરાતની મુલાકાતે છે. વડોદરામાં કેવડિયા ખાતે 9 અને 10 તારીખના રોજ રાષ્ટ્રીય કક્ષાની જ્યુડિશિયલ કોન્ફ્રન્સ યોજાશે. ન્યાયાધીશની કોન્ફ્રન્સના ઉદ્દઘાટનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહોચશે. સવારે 10.30 વાગે રાષ્ટ્રપતિ વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા, જયાં તેમનું સ્વાગત કરાયુ હતું. 
થોડા દિવસો પહેલા પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા, હવે એકવાર ફરી તેઓ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે. 9 અને 10 એપ્રિલએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નેશનલ જ્યુડિશિયલ કોંફરન્સ યોજાઈ રહી છે જેમાં તેઓ હાજર રહેશે. શનિવારે તેઓ કેવડિયા જશે, જ્યારે રાત્રિ રોકાણ વડોદરા ખાતે કરશે. પરિષદમાં ભાગ લેવા હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ શુક્રવારે વડોદરા એરપોર્ટ પર પહોચ્યાં હતા. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સહિતના ન્યાયાધીશ પણ આ દરમિયાન હાજર રહેશે. 
આ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણાએ આ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારત સરકારના કાયદા અને ન્યાયના મંત્રી કિરણ રિજિજુ અને જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર, જસ્ટીસ એમ.આર.શાહ, જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ બેલા એમ. ત્રિવેદી – સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશઓ પણ આ કોન્ફરન્સમાં વિશેષ ઉપસ્થિત રહેશે. 
પોરબંદર ખાતે માધવપુર ઘેડના મેળામાં આગામી તા. 10મી એપ્રિલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉત્તર પૂર્વ રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રાજય સરકારના માર્ગદર્શન તા.10થી 14 એપ્રિલ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રનો વ્યાપ વધે એ માટે ટૂરીઝમ સર્કિટના માધ્યમ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે પૂર્વથી પશ્ચિમને જાેડતા રાષ્ટ્રીય સાંસ્કૃતિક પર્વની ગરિમામય ઉજવણી કરાશે.
Tags :
GujaratGujaratFirstgujarattourpresidentPresidentRamnathKovind
Next Article