વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન કરશે મુલાકાત, જાણો શું કહ્યું વ્હાઇટ હાઉસે
વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન બિડેન આવતા મહિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના છે. યુએસ પ્રમુખ જો બાઇડેન આવતા મહિને દક્ષિણ કોરિયા અને જાપાનની યાત્રા કરશે અને ટોક્યોમાં ક્વાડ સમિટમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે. બાઇડેનની દક્ષિણ કોરિયા અને જાપાનની મુલાકાત 20 થી 24 મે દરમિયાન યà«
05:51 AM Apr 28, 2022 IST
|
Vipul Pandya
વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન બિડેન આવતા મહિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના છે. યુએસ પ્રમુખ જો બાઇડેન આવતા મહિને દક્ષિણ કોરિયા અને જાપાનની યાત્રા કરશે અને ટોક્યોમાં ક્વાડ સમિટમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે. બાઇડેનની દક્ષિણ કોરિયા અને જાપાનની મુલાકાત 20 થી 24 મે દરમિયાન યોજાવાની છે.
વ્હાઇટ હાઉસના મીડિયા સચિવ જેન સાકીએ બુધવારે જણાવ્યું હતું કે, 'મુલાકાત મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે બાઇડેન-હેરિસ વહીવટીતંત્રની નક્કર પ્રતિબદ્ધતાને આગળ વધારશે.' બાઇડેન દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ અને જાપાનના વડા પ્રધાન કિશિદા ફ્યુમિયો સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે.
મીડિયા સચિવ જેન સાકીએ વધુમાં જણાવ્યું હતું કે આર્થિક સબંધો વધારવા અને વ્યવહારિક પરિણામો આપવા માટે અમારા ગાઢ સહકારને વિસ્તારવા માટેની તકો પર ચર્ચા કરશે. ટોક્યોમા, રાષ્ટ્રપતિ જો બાઇડેન ઓસ્ટ્રેલિયા, જાપાન, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સના ક્વાડ જૂથના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. અમે ટૂંક સમયમાં આ પ્રવાસ વિશે વધુ વિગતો શેર કરવા આતુર છીએ.
Next Article