વડાપ્રધાન મોદીએ ભગવંત માનને શુભેચ્છા આપી, કહ્યું- પંજાબની સુખાકારી માટે સાથે કામ કરીશું
ભગવંત માને આજે પંજાબ રાજ્યના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. પંજાબમાં શહીદ ભગતસિંહના ગામ ખટકડ કલાંમાં આ શપથવિધિ સમારોહ યોજાયો હતો. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજર હતા. જ્યાં રાજ્યપાલે ભગવંત માનને મુખ્યમંત્રી પદના અને ગોપનિયતાના શપથ અપાવ્યા હતા. શપથવિધિ બાદ અનેક નેતાઓએ ભગવંત માનને શુભેચ્છા આપી છે. જે કડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને તેમને à
Advertisement
ભગવંત માને આજે પંજાબ રાજ્યના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. પંજાબમાં શહીદ ભગતસિંહના ગામ ખટકડ કલાંમાં આ શપથવિધિ સમારોહ યોજાયો હતો. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજર હતા. જ્યાં રાજ્યપાલે ભગવંત માનને મુખ્યમંત્રી પદના અને ગોપનિયતાના શપથ અપાવ્યા હતા. શપથવિધિ બાદ અનેક નેતાઓએ ભગવંત માનને શુભેચ્છા આપી છે. જે કડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને તેમને શુભકામનાઓ આપી છે.
વડાપ્રધને આ અંગે ટ્વિટ કરીને લખ્યું છે કે ‘પંજાબના મુખ્યમંત્રી તરીકે ભગવંત માનને શપથ લેવા બદલ શુભકામના. પંજાબ અને તેના લોકોના વિકાસ અને સુખાકારી માટે સાથે મળીને કામ કરીશું.’
Advertisement
આ સિવાય આમ આદમી પાર્ટીના સંયોજક અને દલ્હીના મુખ્યમંતરી અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને કહ્યું કે, ‘પંજાબના મુખ્યમંત્રી બનવા પર ભગવંત માનને શુભેચ્છા. મને વિશ્વાસ છે કે તમારા નેતૃત્વમાં પંજાબની અંદર ખુશાલી પરત આવશે. ઘણી પ્રગતિ થશે અને લોકોની સમસ્યાઓનું સામાધાન થશે. ભગવાન તમારી સાથે છે.’
Advertisement
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ટ્વીટ કરીને લખ્યું કે પંજાબના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી ભગવંત માનજીને શપથ સમારોહ માટે અનંત અભિનંદન અને શુભેચ્છાઓ. આશા છે કે તેમના સક્ષમ નેતૃત્વ હેઠળ પંજાબમાં પ્રગતિ, ભાઈચારો અને નવા દૃષ્ટિકોણનો પાક ખીલશે.


