વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા સાથે બેઠક પૂર્ણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા વચ્ચે દ્વિપક્ષીય બેઠક પૂર્ણ થઈ છે. આ દરમિયાન બંને નેતાઓએ છ કરાર પર હસ્તાક્ષર કર્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દ્વિપક્ષીય વાતચીત શરૂભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા વચ્ચે દ્વિપક્ષીય વાતચીત શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં બંને દેશોના પ્રતિનિધિમંડળો પણ ભાગ લઈ રહ્યા છે. મળત
02:03 AM May 16, 2022 IST
|
Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા વચ્ચે દ્વિપક્ષીય બેઠક પૂર્ણ થઈ છે. આ દરમિયાન બંને નેતાઓએ છ કરાર પર હસ્તાક્ષર કર્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
દ્વિપક્ષીય વાતચીત શરૂ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા વચ્ચે દ્વિપક્ષીય વાતચીત શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં બંને દેશોના પ્રતિનિધિમંડળો પણ ભાગ લઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ બંને દેશો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા છે.
ભારતીય સમુદાયના લોકોને મળ્યા વડાપ્રધાન
માયાદેવી મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ વડાપ્રધાન મોદી નેપાળમાં ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. આ દરમિયાન ભારતીય લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
હેરિટેજ સેન્ટરનો શિલાન્યાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની લુમ્બિનીની મુલાકાત દરમિયાન બૌદ્ધ સંસ્કૃતિ અને હેરિટેજ સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે બૌદ્ધ સાધુઓ સાથે મંત્રોચ્ચાર પણ કર્યા હતા. આ દરમિયાન તેમની સાથે નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા પણ હાજર હતા.
વડાપ્રધાન શેર બહાદુર દેઉબા સાથે બેઠક
વડાપ્રધાન મોદીના નેપાળ પ્રવાસ દરમિયાન મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન વિકાસ, હાઇડ્રોપાવર અને કનેક્ટિવિટી જેવા અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી.
નેપાળના વડાપ્રધાન દેઉબાના આમંત્રણ પર વડાપ્રધાન મોદી બુદ્ધ પૂર્ણિમાના અવસર પર લુમ્બિનીની એક દિવસીય મુલાકાતે છે. વડાપ્રધાન મોદી નેપાળમાં સવારે 10.30 થી 3.30 સુધી રહેશે.
માયા દેવી મંદિરમાં કર્યા દર્શન
નેપાળ પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદી લુમ્બિનીના માયા દેવી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેણે બૌદ્ધ ઉપાસકની જેમ પીળા વસ્ત્રો પહેર્યા હતા. વડાપ્રધાન મોદી લુમ્બિની મઠ વિસ્તારમાં બૌદ્ધ સંસ્કૃતિ અને વારસા માટેના કેન્દ્રના નિર્માણ માટે શિલાન્યાસ સમારોહમાં પણ ભાગ લેશે.
નેપાળના વડાપ્રધાને ભારતના વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળના લુમ્બિની પહોંચી ગયા છે. નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ મોદીનું સ્વાગત કર્યું. બુદ્ધ પૂર્ણિમાના અવસર પર લુમ્બિની પહોંચેલા વડાપ્રધાન મોદીએ માયા દેવીના દર્શન કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ નેપળી ભાષામાં કર્યું ટ્વિટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે, હું નેપાળ પહોંચ્યો છું. બુદ્ધ પૂર્ણિમાના વિશેષ અવસર પર નેપાળના અદ્ભુત લોકોમાં આવીને હું ખુશ છું. હું લુમ્બિના કાર્યક્રમમાં ભાગ લેવા માટે આતુર છુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નેપાળની મુલાકાતે જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી બુદ્ધના જન્મસ્થળની મુલાકાત લેશે અને નેપાળ સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત ચીન માટે એક મજબૂત સંદેશ પણ માનવામાં આવી રહી છે. આ દરમિયાન વડાપ્રાણ મોદીનું પ્લેન નેપાળમાં ચીનની મદદથી બનેલા એરપોર્ટ પર નહીં જાય. દિલ્હીથી ટેકઓફ કર્યા બાદ પીએમ મોદીનું પ્લેન સૌથી પહેલા ઉત્તર પ્રદેશના કુશીનગર એરપોર્ટ પર ઉતરશે. કુશીનગરથી વડાપ્રધાન મોદી MI17 હેલિકોપ્ટર દ્વારા સીધા જ બુદ્ધના જન્મસ્થળ લુમ્બિની જશે.
લુમ્બિની પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદી પહેલા માયાદેવી મંદિરમાં પૂજા કરશે અને બૌદ્ધ સાંસ્કૃતિક કેન્દ્રનું ભૂમિપૂજન પણ કરશે. નેપાળની 6 કલાકની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન દ્વારા બનાવવામાં આવેલ એરપોર્ટને બાયપાસ કરીને સીધા જ લુમ્બિની જશે. જ્યાં તેમના આગમન માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ ખાતે હેલિપેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. ચીનના એરપોર્ટનો ઉપયોગ ન કરવો એ ચીનના જાણી જોઈને અસ્વીકાર તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ મુદ્દાઓ પર થઈ શકે ચર્ચા
સાંસ્કૃતિક અને શિક્ષણ ક્ષેત્રે ભારત અને નેપાળ વચ્ચે ઘણા કરારો થઈ શકે છે. તેમજ હાઇડ્રોપાવર ડેવલપમેન્ટ, પાર્ટનરશીપ અને કનેક્ટિવિટી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન મોદીની નેપાળની આ પાંચમી મુલાકાત છે. બીજા કાર્યકાળમાં પ્રથમ વખત વડાપ્રધાન મોદી નેપાળ જઈ રહ્યા છે. વડાપ્રધાનની આ મુલાકાત બંને દેશોની મિત્રતા માટે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ઉપરાંત બુદ્ધ પૂર્ણિમાએ વડાપ્રધાન મોદીની આ મુલાકાત ચીનની બેચેની વધારવા માટે પૂરતી છે.
Next Article