ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વડાપ્રધાન મોદી વારાણસીમાં 13 જાન્યુઆરીએ ગંગા ઘાટ પર ટેન્ટ સીટીનું કરશે ઉદઘાટન, જાણો શું હશે સુવિધાઓ

ગુજરાતમાં કચ્છના રણોત્સવની તર્જ પર હવે ઉત્તર પ્રદેશના વારાણસીમાં પણ કાશી મહોત્સવનું આયોજન કરવામાં આવશે. જાન્યુઆરીથી મે સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો દ્વારા પ્રવાસીઓને આમાં જોડવામાં આવશે. વારાણસીની પવિત્ર ભૂમિ પર ગંગા ઘાટના કિનારે એક અદ્ભુત ટેન્ટ સિટી બનાવવામાં આવી છે, જેના થકી લોકો ગંગાના કિનારે વૈભવી ટેન્ટ સિટીમાં  ગંગા અને વારાણસીની સંસ્કૃતિનો અદ્ભુત નજારો નજીકથી જોઈ શકે
01:05 PM Jan 09, 2023 IST | Vipul Pandya
ગુજરાતમાં કચ્છના રણોત્સવની તર્જ પર હવે ઉત્તર પ્રદેશના વારાણસીમાં પણ કાશી મહોત્સવનું આયોજન કરવામાં આવશે. જાન્યુઆરીથી મે સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો દ્વારા પ્રવાસીઓને આમાં જોડવામાં આવશે. વારાણસીની પવિત્ર ભૂમિ પર ગંગા ઘાટના કિનારે એક અદ્ભુત ટેન્ટ સિટી બનાવવામાં આવી છે, જેના થકી લોકો ગંગાના કિનારે વૈભવી ટેન્ટ સિટીમાં  ગંગા અને વારાણસીની સંસ્કૃતિનો અદ્ભુત નજારો નજીકથી જોઈ શકે
ગુજરાતમાં કચ્છના રણોત્સવની તર્જ પર હવે ઉત્તર પ્રદેશના વારાણસીમાં પણ કાશી મહોત્સવનું આયોજન કરવામાં આવશે. જાન્યુઆરીથી મે સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો દ્વારા પ્રવાસીઓને આમાં જોડવામાં આવશે. વારાણસીની પવિત્ર ભૂમિ પર ગંગા ઘાટના કિનારે એક અદ્ભુત ટેન્ટ સિટી બનાવવામાં આવી છે, જેના થકી લોકો ગંગાના કિનારે વૈભવી ટેન્ટ સિટીમાં  ગંગા અને વારાણસીની સંસ્કૃતિનો અદ્ભુત નજારો નજીકથી જોઈ શકે છે. 
પ્રવાસીઓએ પહેલા નમો ઘાટ પર આવવું પડશે 
વારાણસી ગંગા ઘાટ પર બનેલા નિરાન ધ ટેન્ટ સિટી વારાણસીના મેનેજર અમિત ગુપ્તાએ જણાવ્યું કે વારાણસીની પવિત્ર ભૂમિમાં પ્રવાસીઓને કાશીના ધર્મ, કલા અને સંસ્કૃતિ સાથે જોડવા માટે ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કાશી વિશ્વનાથ દર્શન અને ગંગા આરતીમાં ખાસ ભાગ લેવા અહીં આવતા પ્રવાસીઓ માટે સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. પ્રવાસીઓ માટેના પેકેજનો પણ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. પ્રવાસીઓએ પહેલા નમો ઘાટ પર આવવું પડશે, ત્યારબાદ નાવ વિહાર સાથે કાશીના અનોખા દર્શન કરીને તેઓ ગંગાની પાર ટેન્ટ સિટી સુધી પહોંચી શકશે. આ માટે ક્રુઝ બોટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
બનારસના ધર્મ, કલા અને સાહિત્યનો સમાવેશ
પેકેજમાં સમગ્ર બનારસના ધર્મ, કલા અને સાહિત્યનો સમાવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બે રાત અને ત્રણ દિવસ કે તેથી વધુ સમયનું પેકેજ લેનારા પ્રવાસીઓને શહેરનો પ્રવાસ અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, ગંગાના મનોહર કિનારે આવેલા ટેન્ટ સિટીમાં પહોંચવા માટે નમો ઘાટ પર પ્રવેશ આપવામાં આવશે.
વિશેષતા 
વારાણસીની પવિત્ર ભૂમિ પર ગંગા ઘાટ પર બનેલા આ નિરાન ધ ટેન્ટ સિટીને ખાસ રીતે એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે કોઈપણ ટેન્ટમાં રોકાતા પ્રવાસીઓ ત્યાંથી ગંગા મૈયાના સતત પાણીના પ્રવાહને જોઈ શકે. ઉલ્લેખનીય છે કે 13 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચોઃ  ઉત્તર ભારતના રાજ્યોમાં છવાયું ગાઢ ધુમ્મસ, વિમાન અને ટ્રેન સેવાને અસર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
facilitiesGangaGangaGhatGujaratFirstInauguratemodiPrimeMinisterTentTentcityVaranasi
Next Article