વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવશે. આવતીકાલે રવિવારે પીએમને આ એવોર્ડ આપવામાં આવશે. આ પુરસ્કાર સ્વ.લતા મંગેશકરના સન્માનમાં સ્થાપિત કરવામાં આવ્યો છે.સ્વર્ગસ્થ લતા મંગેશકરના પિતા માસ્ટર દીનાનાથ મંગેશકરની આવતીકાલે 80મી પુણ્યતિથિ છે. આવી સ્થિતિમાં આ ખાસ અવસર પર લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ શરૂ કરવામાં આવી રહ્યો છે. માસ્ટર દીનાનાથ મંગેશકà
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવશે. આવતીકાલે રવિવારે પીએમને આ એવોર્ડ આપવામાં આવશે. આ પુરસ્કાર સ્વ.લતા મંગેશકરના સન્માનમાં સ્થાપિત કરવામાં આવ્યો છે.સ્વર્ગસ્થ લતા મંગેશકરના પિતા માસ્ટર દીનાનાથ મંગેશકરની આવતીકાલે 80મી પુણ્યતિથિ છે. આવી સ્થિતિમાં આ ખાસ અવસર પર લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ શરૂ કરવામાં આવી રહ્યો છે. માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચેરીટેબલ ટ્રસ્ટે જણાવ્યું છે કે,અમે આ વર્ષથી લતા મંગેશકરના સન્માનમાં આ એવોર્ડ શરૂ કર્યો છે. પીઢ ગાયિકા લતા મંગેશકરનું આ વર્ષે ફેબ્રુઆરીમાં 92 વર્ષની વયે નિધન થયું હતું.
પુરસ્કારનો હેતુ આર્ટનો સન્માનિત કરવાનો
નિવેદનમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા પ્રથમ વ્યક્તિ છે જેમને આ વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ પુરસ્કારનો હેતુ આર્ટનો સન્માનિત કરવાનો છે, જેમણે નાટક, સંગીત, કલા, ચિકિત્સા અને સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પરિવારે એ વાત પર પણ ભાર મૂક્યો કે પીએમ મોદી હંમેશા લતા મંગેશકરને તેમની મોટી બહેન તરીકે જોતા હતા. આ સાથે જ અભિનેત્રી આશા પારેખ, અભિનેતા જેકી શ્રોફને પણ વિશેષ શ્રેણીમાં માસ્ટર દીનાનાથ એવોર્ડ આપવામાં આવશે. આ બંને કલાકારોએ સિનેમા ક્ષેત્રે અદભૂત યોગદાન આપ્યું છે.
ખાસ સંગીત કાર્યક્રમનું પણ આયોજન
સંગીત ક્ષેત્રના રાહુલ દેશપાંડેને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. સંજય છાયાને બેસ્ટ ડ્રામા માટે પણ સન્માનિત કરવામાં આવનાર છે. સાથે જ એવોર્ડ સમારોહ દરમિયાન એક ખાસ સંગીત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. 'સ્વરલતાંજલિ' કાર્યક્રમ દરમિયાન ગાયક રૂપકુમાર રાઠોડ દ્વારા લતા મંગેસકરના ગીતોનો કાર્યક્રમ પણ રાખવામા આવ્યો છે.


