ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પ્રિયંકા ચોપરાની વિદેશમાં જોરદાર હોળી પાર્ટી કરી ,પતિ નિક જોનાસ સાથે જોવા મળી ખુશખુશાલ

પ્રિયંકા ચોપરા ભલે ભારતથી દૂર હોય, પરંતુ તેણે અમેરિકાના લોસ એન્જલસમાં પોતાનું નાનું ભારત વસાવી લીધું છે. પ્રિયંકા અને તેનો વિદેશી પરિવાર ભારતીય તહેવારો ધામધૂમથી ઉજવે છે. તેની સાબિતી છે આ તસ્વીરો. હાલમાં જ  હોળી 2022 સેલિબ્રેશનની તસવીરો સામે આવી છે.પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસે લોસ એન્જલસમાં તેમના ઘરે હોળીની ઉજવણી કરી હતી. જેમાં તેમના દેશી અને વિદેશી મિત્રો અને પરિવારના સà
06:56 AM Mar 19, 2022 IST | Vipul Pandya
પ્રિયંકા ચોપરા ભલે ભારતથી દૂર હોય, પરંતુ તેણે અમેરિકાના લોસ એન્જલસમાં પોતાનું નાનું ભારત વસાવી લીધું છે. પ્રિયંકા અને તેનો વિદેશી પરિવાર ભારતીય તહેવારો ધામધૂમથી ઉજવે છે. તેની સાબિતી છે આ તસ્વીરો. હાલમાં જ  હોળી 2022 સેલિબ્રેશનની તસવીરો સામે આવી છે.પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસે લોસ એન્જલસમાં તેમના ઘરે હોળીની ઉજવણી કરી હતી. જેમાં તેમના દેશી અને વિદેશી મિત્રો અને પરિવારના સà
પ્રિયંકા ચોપરા ભલે ભારતથી દૂર હોય, પરંતુ તેણે અમેરિકાના લોસ એન્જલસમાં પોતાનું નાનું ભારત વસાવી લીધું છે. પ્રિયંકા અને તેનો વિદેશી પરિવાર ભારતીય તહેવારો ધામધૂમથી ઉજવે છે. તેની સાબિતી છે આ તસ્વીરો. હાલમાં જ  હોળી 2022 સેલિબ્રેશનની તસવીરો સામે આવી છે.
પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસે લોસ એન્જલસમાં તેમના ઘરે હોળીની ઉજવણી કરી હતી. જેમાં તેમના દેશી અને વિદેશી મિત્રો અને પરિવારના સભ્યો આ શાનદાર ઉજવણીમાં સામેલ થયાં હતાં. તેમના દેશી-વિદેશી મિત્રો અને પરિવારના સભ્યોએ  શાનદાર રીતે ઝૂમતા નજરે પડ્યાં હતા. નિકના ભાઈઓ કેવિન અને ફ્રેન્કલીને પણ આ પાર્ટીમાં જોરદાર મજા માણી હતી.   
નિક જોનાસે તેની હોળી સેલિબ્રેશનનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં નિક રંગબેરંગી પોપકોર્ન ખાતો જોવા મળી રહ્યો છે.  તેણે તેના પરિવારના સભ્યો અને મહેમાનોને મસ્તી કરતા અને એકબીજા પર રંગો ફેકતાં બતાવ્યા છે.   
વીડિયોની વચ્ચે નિક પ્રિયંકાને કિસ કરે છે. વીડિયોમાં પ્રિયંકા પણ નિકને પાણીથી મારતી જોવા મળી રહી છે. પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે. જેમાં તે બાળકો સાથે વાત કરતી, હોળી રમતી અને નિક જોનાસને કિસ કરતી જોવા મળે છે.આ સાથે પ્રિયંકાએ એક ગ્રુપ ફોટો પણ શેર કર્યો છે. આમાં તેમની સાથે તમામ મહેમાનો હોળીના રંગોમાં જોવા મળી શકે છે.
 નિક અને પ્રિયંકાના મિત્રોએ પણ હોળીની ઉજવણીના વીડિયો અને ફોટો શેર કર્યા છે. આમાં પ્રિયંકા અને બીજા બધાએ ખુશીથી ઝૂમતી જોઈ શકાય છે. 
પ્રિયંકા છેલ્લા કેટલાક દિવસોથી રોમમાં હતી. તે હોળી માટે લોસ એન્જલસ પરત ફરી હતી. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે જાન્યુઆરી મહિનામાં પુત્રીનું સ્વાગત કર્યું છે. બાળકીનો જન્મ સરોગસીની મદદથી થયો હતો. હજી સુધી બંનેએ છોકરી વિશે વાત કરી નથી. 
જાન્યુઆરીમાં, પ્રિયંકા અને નિકે એક સંયુક્ત નિવેદન શેર કરીને પુત્રીના જન્મની જાહેરાત કરી હતી. બંનેએ એમ પણ કહ્યું કે તેઓ ખૂબ ખુશ છે અને આ ખુશીના પ્રસંગે  બંનેએ એમ પણ કહ્યું હતું કે તેઓ ખૂબ જ ખુશ છે અને આ ખુશીના અવસર પર પ્રાઈવસી ઈચ્છે છે. થોડા સમય બાદ બંને હેંગઆઉટ કરતા જોવા મળ્યાં હતા. 
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે 2018માં લગ્ન કર્યા હતા. ઉદયપુરના ઉમેદ ભવન પેલેસમાં યોજાયેલા આ લગ્નમાં બંનેના પરિવાર અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી.
Tags :
GujaratFirstholi2022nikjonasPriyankaChopra
Next Article