ઝરણાં કિનારે પ્રપોઝ કરવું યુવકને ભારે પડ્યું, જુઓ video
પોતાના પ્રેમી કે પ્રેમિકા સાથે પ્રેમનો એકરાર કરવો તે જીવનના કેટલાક ખાસ પળોમાંથી એક છે. પોતાના પ્રેમનો એકરાર કરવા માટે કેટલાક લોકો પોતાના ઘૂંટણિયે બેસી જાય છે તો કેટલાક લોકો પ્રપોઝ કરવા માટે ખાસ જગ્યા કે એકાતને પસંદ કરે છે.બસ આ જ વીડિયોમાં દેખાઇ રહેલા એક છોકરાએ કર્યું પરંતુ આગળ જે થયું તે જોઇને તમે હક્કાબક્કા રહી જશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઝરણાં કિનારે એક બોયફ્રેન્ડે પોતાનà«
04:39 PM Oct 01, 2022 IST
|
Vipul Pandya
પોતાના પ્રેમી કે પ્રેમિકા સાથે પ્રેમનો એકરાર કરવો તે જીવનના કેટલાક ખાસ પળોમાંથી એક છે. પોતાના પ્રેમનો એકરાર કરવા માટે કેટલાક લોકો પોતાના ઘૂંટણિયે બેસી જાય છે તો કેટલાક લોકો પ્રપોઝ કરવા માટે ખાસ જગ્યા કે એકાતને પસંદ કરે છે.
બસ આ જ વીડિયોમાં દેખાઇ રહેલા એક છોકરાએ કર્યું પરંતુ આગળ જે થયું તે જોઇને તમે હક્કાબક્કા રહી જશો.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઝરણાં કિનારે એક બોયફ્રેન્ડે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાનો પ્લાન બનાવ્યો પરંતુ જેવો જ વીંટી પહેરાવવા માટે ઘૂંટણિયે બેસે છે તેવી જ વીંટી ઝરણામાં પડી જાય છે અને ખોવાઇ જાય છે. છોકરો ઝરણાં બાજુ જોતો રહી જાય છે જયારે બીજી તરફ છોકરીના આશ્ચ્રર્યનું કોઇ જ ઠેકાણું રહેતું નથી.
લોકોએ છોકરા પર કટાક્ષ કર્યો
વીડિયોના કેપ્શનમાં એવું લખવામાં આવ્યું છે કે “ક્રેઝી થીંગ ઇઝ વોટરફોલ સેન્ડ યસ” યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે “છોકરો રિંગને સાચવવામાં પણ કેપેબલ નથી”
Next Article