છાયા નગરપાલિકા દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા લોકો સામે કાર્યવાહી કરાઈ
શહેરને પ્રદૂષણ મૂક્ત તથા પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે દૈનિક જીવનમા સિંગલ યુઝ પ્લાસ્ટિક તથ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો એ દરેક નાગરિની નૈતિક ફરજ તથા જવાબદારી છે. તાજેતરમા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામા આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટરના માર્ગદર્શનમા પોરબંદર- છાયા નગરપાલિકા દ્રારા શહેરના જુદા-જુદા વિસ્તારોમા સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનà«
02:18 PM Jun 07, 2022 IST
|
Vipul Pandya
શહેરને પ્રદૂષણ મૂક્ત તથા પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે દૈનિક જીવનમા સિંગલ યુઝ પ્લાસ્ટિક તથ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો એ દરેક નાગરિની નૈતિક ફરજ તથા જવાબદારી છે. તાજેતરમા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામા આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટરના માર્ગદર્શનમા પોરબંદર- છાયા નગરપાલિકા દ્રારા શહેરના જુદા-જુદા વિસ્તારોમા સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનુ ઉત્પાદન કરતા ઇસમો સામે કાર્યવાહી કરી ૧૭૪ કિલો પ્લાસ્ટિક ઝપ્ત કરી રૂ. ૬ હજારથી વધુ રકમનો દંડ કર્યો છે.
ગામ, શહેર, રાજ્ય તથા દેશને સ્વચ્છ રાખવા સરકાર દ્રારા સ્વચ્છ ભારત મિશન અભિયાન ચલાવવામા આવી રહ્યુ છે. રાજ્ય સરકાર દ્રારા પણ સ્વચ્છ ગુજરાત બને તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ લક્ષી કામગીરી કરવાની સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક તથ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અનુરોધ કરવાની સાથે જરૂર જણાયે કાર્યવાહી પણ કરવામા આવી રહી છે.
ત્થારે પોરબંદર- છાયા નગરપાલિકા દ્રારા યુઝ પ્લાસ્ટિક તથ પ્રતિબંધિત પ્લાસ્ટિકનુ ઉત્પાદન કરતા લોકો સામે કાર્યવાહી કરી ૧૭૪ કિલો પ્લાસ્ટિક ઝપ્ત કરી રૂ. ૬ હજારથી વધુ રકમનો દંડ કર્યો છે.જોકે આરીતે દંડ ઉઘરાવવા કરતા પ્લાસ્ટિક સિવાય નો વિકલ્પ સરકાર કેમ નથી આપતી અને ખોટી રીતે દંડ કર્યા નું લોકો માં ચર્ચાઇ રહ્યું છે.
Next Article