Rajkot ની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ, પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનો આરોપ
રાજકોટ (Rajkot) ની સમરસ ગર્લ્સ હોસ્ટેલ (Samaras Girls Hostel) માં હલકી ગુણવત્તાનું ભોજન, દૂષિત પાણી અને અવારનવાર બંધ થતી લિફ્ટ જેવી પાયાની અસુવિધાઓથી કંટાળીને વિદ્યાર્થીનીઓએ ABVP સાથે મળીને મોરચો માંડ્યો છે
Advertisement
- રાજકોટ (Rajkot) ની સમરસ ગર્લ્સ હોસ્ટેલ (Samaras Girls Hostel) માં વિરોધ
- પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનો આરોપ
- ABVP અને વિદ્યાર્થીઓએ કર્યું વિરોધ પ્રદર્શન
- રેક્ટરને અનેકવાર ફરિયાદ કરી છતાં પરિણામ શૂન્ય
રાજકોટ (Rajkot) ની સમરસ ગર્લ્સ હોસ્ટેલ (Samaras Girls Hostel) માં હલકી ગુણવત્તાનું ભોજન, દૂષિત પાણી અને અવારનવાર બંધ થતી લિફ્ટ જેવી પાયાની અસુવિધાઓથી કંટાળીને વિદ્યાર્થીનીઓએ ABVP સાથે મળીને મોરચો માંડ્યો છે. રેક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા વિદ્યાર્થીનીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ બોયઝ હોસ્ટેલ બાદ હવે ગર્લ્સ હોસ્ટેલમાં પણ વ્યવસ્થાના ધજાગરા ઉડતા સરકારી તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે.
Advertisement


