Rajkot સિવિલ હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓનો વિરોધ
Rajkot સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓએ અન્યાય અને શોષણના આક્ષેપો સાથે એકત્ર થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કર્મચારીઓનો આક્ષેપ છે કે બોનસના નામે માત્ર કાગળ પર લખાણ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં કોઈ બોનસ આપવામાં આવતું નથી અને પીએફના નાણાં પણ જમા થતા નથી.
Advertisement
- Rajkot સિવિલ હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓનો વિરોધ
- બોનસના નામે માત્ર કાગળ પર લખાણ કરતા વિરોધ
- કર્મચારીઓના પીએફના નાણાં જમા કરવામાં આવતા નથી
- HR દ્વારા ખોટી રીતે હેરાન કરી નોટિસ અપાય
- નોટિસના બહાને પગારમાંથી 500 રૂપિયાનો સીધો કાપ
Rajkot સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓએ અન્યાય અને શોષણના આક્ષેપો સાથે એકત્ર થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કર્મચારીઓનો આક્ષેપ છે કે બોનસના નામે માત્ર કાગળ પર લખાણ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં કોઈ બોનસ આપવામાં આવતું નથી અને પીએફના નાણાં પણ જમા થતા નથી. વધુમાં, HR વિભાગ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરી નોટિસ ફટકારવામાં આવે છે અને નોટિસના બહાને પગારમાંથી સીધો 500 રૂપિયાનો કાપ મૂકવામાં આવે છે. વિરોધ કરી રહેલા સફાઈ કામદારોએ નિયમોમાં ભેદભાવનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે, જ્યાં નર્સિંગ સ્ટાફને બે નાઈટ સામે બે રજા આપવામાં આવે છે, ત્યાં સફાઈ કામદારો પાસે 8 નાઈટ કરાવીને માત્ર એક જ રજા આપવામાં આવે છે, જે તદ્દન અન્યાયી છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...
Advertisement


