Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાયકો રેપિસ્ટ શફીનો વિચિત્ર શોખ, મહિલાઓની હત્યા કરી પ્રાયવેટ પાર્ટસ રાખી લેતો

કેરળ (Kerala)ના પથાનમથિટ્ટા જિલ્લામાં કથિત માનવ બલિ (Human sacrifice)ના મામલામાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ઘટનાક્રમની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) હવે આરોપીના ગામ એલાંથુરમાં જમીનનું ખોદકામ કરશે કે ત્યાં વધુ મૃતદેહો દફનાવવામાં આવ્યા છે કે કેમ. પોલીસ સૂત્રોનું કહેવું છે કે તેમને શંકા છે કે બે મહિલાઓ સિવાય વધુ મહિલાઓની હત્યા કરવામાં આવી છે. કારણ કે મુખ્ય આરોપી મોહમ્મદ શફી સાà
સાયકો રેપિસ્ટ શફીનો વિચિત્ર શોખ  મહિલાઓની હત્યા કરી પ્રાયવેટ પાર્ટસ રાખી લેતો
Advertisement
કેરળ (Kerala)ના પથાનમથિટ્ટા જિલ્લામાં કથિત માનવ બલિ (Human sacrifice)ના મામલામાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ઘટનાક્રમની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) હવે આરોપીના ગામ એલાંથુરમાં જમીનનું ખોદકામ કરશે કે ત્યાં વધુ મૃતદેહો દફનાવવામાં આવ્યા છે કે કેમ. પોલીસ સૂત્રોનું કહેવું છે કે તેમને શંકા છે કે બે મહિલાઓ સિવાય વધુ મહિલાઓની હત્યા કરવામાં આવી છે. કારણ કે મુખ્ય આરોપી મોહમ્મદ શફી સાયકો રેપિસ્ટ (Psycho Rapist)અને કિલર છે. જે માત્ર મહિલાઓને જ તેનો શિકાર બનાવે છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુમ થયેલી 26 મહિલાઓની ફાઇલો પણ ફરીથી ખોલવામાં આવી છે.

પોલીસને શંકા કે વધુ હત્યાઓ થઇ છે
SITએ હાલમાં મોહમ્મદ શફી અને ડૉક્ટર ભગવાલ સિંહ અને તેની પત્ની લૈલાની બે મહિલાઓની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. નિર્દયતાથી હત્યા કરાયેલી બે મહિલાઓની ઓળખ પદમા અને રોસેલિન તરીકે થઈ છે. પોલીસે કહ્યું કે  સતત પૂછપરછ બાદ તેમને શંકા છે કે વધુ હત્યાઓ થઈ છે. 

 મોહમ્મદ શફી સાયકો કિલર અને રેપિસ્ટ છે
SIT સૂત્રોનું કહેવું છે કે આ કેસનો મુખ્ય આરોપી મોહમ્મદ શફી સાયકો કિલર અને રેપિસ્ટ છે. સોશિયલ મીડિયા પર ફેક આઈડીના આધારે તે પહેલા મહિલાઓ સાથે દોસ્તી કરતો હતો, પછી કોઈ પ્રકારનો લાલચ આપીને દુષ્કર્મ કરતો હતો અને પછી હત્યા કરીને લાશના ટુકડા કરી દેતો હતો. સૂત્રોનું કહેવું છે કે શફીએ વધુ હત્યાઓ કરી હોવાની આશંકા છે. આ માટે તે આખા રાજ્યમાં ફર્યો હતો.

પ્રાઇવેટ પાર્ટ્સ રાખવાનો શોખીન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર શફીને એક વિચિત્ર શોખ છે. તે શિકારી મહિલાઓને મારીને તેમના પ્રાઈવેટ પાર્ટ કાપીને પોતાની પાસે રાખતો હતો. તેણે શિકાર કરેલી બંને મહિલાઓ સાથે પણ તેણે આવું જ કર્યું. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આરોપીના ગામમાં અલગ-અલગ જગ્યાએ ખોદકામ માટે નિષ્ણાત ડોગ સ્કવોડની મદદ લેવામાં આવશે. આ પહેલા SITની ટીમે કોચીમાં શફીના ઘર અને હોટલ પર દરોડા પાડ્યા હતા.
ગુનો કેવી રીતે આચરાયો 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શફીએ એક સોશિયલ મીડિયા એપ દ્વારા 'શ્રીદેવી' નામ દ્વારા ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર ભગવાલ સિંહ સાથે મિત્રતા કરી હતી. ત્યારબાદ તંત્ર મંત્ર દ્વારા તેમની આર્થિક સમસ્યા દૂર કરવાનો દાવો કર્યો હતો. આ માટે તેણે આશ્વાસન આપ્યું કે માત્ર મહિલાઓના બલિથી જ તેમની સમસ્યાઓ દૂર થઈ શકે છે. પછી શિકારની શોધમાં તેણે બે મહિલાઓને એવી લાલચ આપી કે તેઓ ફિલ્મના શૂટિંગમાં મદદ કરીને પૈસા કમાઈ શકે છે. જ્યારે મહિલાઓ તેની સાથે ગઈ ત્યારે બન્ને સાથે છેતરપિંડી કરીને બેડ સાથે દોરડાથી બાંધી દેવામાં આવી હતી અને પછી કથિત રીતે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. દુષ્કર્મ બાદ તેણે છરી વડે મહિલાઓના અંગો કાપવાનું શરૂ કર્યું અને છેલ્લે તેણે મહિલાઓનું ગળું કાપીને હત્યા કરી. આરોપી પર આ મહિલાઓના મૃતદેહોના ટુકડા કરી દફનાવવાનો પણ આરોપ છે. આ ઘાતકી હત્યામાં તેની સાથે ભગવાલ સિંહ અને લૈલા પણ સામેલ હતા.

ભગવાલને દૂર કરવાનું કાવતરું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દરમિયાન મોહમ્મદ શફી લૈલાની નજીક આવ્યો હતો.તેણે ભગવાલને પણ રસ્તામાંથી  હટાવાનું નક્કી કર્યું હતું. જો કે તે પહેલાં જ ત્રણેય પોલીસના હાથે ઝડપાઇ ગયા 
પાંચ વર્ષમાં ગુમ થયેલી મહિલાઓની તપાસ
એસઆઈટીનું કહેવું છે કે પોલીસે એર્નાકુલમ અને પથાનમથિટ્ટા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષથી ગુમ થયેલી મહિલાઓના તમામ કેસ ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં પથનમથિટ્ટામાંથી 12 અને એર્નાકુલમ જિલ્લામાંથી 14 મહિલાઓ ગુમ થઈ હોવાનું નોંધાયું છે. તેમણે કહ્યું કે કેસની તપાસ માટે વિશેષ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવશે.
Tags :
Advertisement

.

×