Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ માનએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ મને જીત પર અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાને મને રાષ્ટ્રીય સુરક્ષા પર મદદનું આશ્વાસન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે મેં બે વર્ષ માટે દર એક વર્ષે 50,000 કરોડની આર્થિક સહાયની માંગ કરી છે. માને કહ્યું કે પંજાબને ફરીથી દેશનું નંબર વન રાજ્ય બનાવà
પંજાબના
મુખ્યમંત્રી ભગવંત માને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત
Advertisement

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન
નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ માનએ કહ્યું કે પીએમ નરેન્દ્ર
મોદીએ મને જીત પર અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાને મને રાષ્ટ્રીય સુરક્ષા પર મદદનું
આશ્વાસન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે મેં બે વર્ષ માટે દર એક વર્ષે
50,000 કરોડની આર્થિક સહાયની માંગ કરી છે. માને કહ્યું કે પંજાબને ફરીથી
દેશનું નંબર વન રાજ્ય બનાવવામાં આવશે.

Punjab CM Shri @BhagwantMann met PM @narendramodi. @CMOPb pic.twitter.com/ai61jSKje2

— PMO India (@PMOIndia) March 24, 2022" title="" target="">javascript:nicTemp();

મુખ્યમંત્રી બન્યા બાદ પીએમ મોદી સાથે ભગવંત માનની આ પહેલી મુલાકાત
છે. આમ આદમી પાર્ટી (
AAP)ના નેતા ભગવંત માને 16 માર્ચે સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના ગામ ખાતે હજારો લોકોની
હાજરીમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પછી વડાપ્રધાને પણ માનને
મુખ્યમંત્રી બનવા પર અભિનંદન પાઠવ્યા હતા. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં
AAP117માંથી 92 બેઠકો જીતી છે. પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભગવંત માન વડાપ્રધાન
નરેન્દ્ર મોદીને મળ્યા હતા. માનવામાં આવે છે કે સીએમ ભગવંત માન દિલ્હીના
મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને પણ મળશે. ઉલ્લેખનીય છે
કે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ નેતાઓ વડાપ્રધાન સાથે સૌજન્ય મુલાકાત
કરી રહ્યા છે.
સીએમ ભગવંત સાથેની મુલાકાતની માહિતી આપતાં વડાપ્રધાન કાર્યાલય દ્વારા
એક ટ્વિટ કરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે- પંજાબના સીએમ ભગવંત
માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.


16 માર્ચે ભગવંત માને શહીદ-એ-આઝમ ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાનમાં મુખ્ય પ્રધાન
તરીકે શપથ લીધા હતા. આ પછી પીએમ મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું
હતું કે પંજાબની પ્રગતિ માટે કેન્દ્ર રાજ્ય સાથે મળીને કામ કરશે.
PMએ કહ્યું હતું- "ભગવંત માનને પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ
લેવા બદલ અભિનંદન. અમે પંજાબના વિકાસ અને રાજ્યના લોકોના કલ્યાણ માટે સાથે મળીને
કામ કરીશું. 
બીજી તરફ સરકાર બન્યા બાદ ભગવંત માનની સરકાર કામે લાગી ગઈ છે. સીએમ
ભગવંત માને બુધવારે શહીદ દિવસ પર ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન શરૂ કરી છે. આ
સંદર્ભમાં
,સીએમ ભગવંત માને કહ્યું હતું કે- શહીદ
દિવસના અવસર પર
અમે ભ્રષ્ટાચાર
વિરોધી હેલ્પલાઇન શરૂ કરી રહ્યા છીએ. જો કોઈ તમારી પાસે લાંચ માંગે
તો તેનું ઓડિયો/વીડિયો રેકોર્ડિંગ મને 9501200200
પર મોકલો. ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી
કરીશું. ભ્રષ્ટાચાર મુક્ત પંજાબ એ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને સાચી શ્રદ્ધાંજલિ
હશે.

Advertisement
Tags :
Advertisement

.

×