ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પંજાબના સીએમ ભગવંત માન આવતીકાલે લગ્નના બંધનમાં બંધાશે

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લગ્ન કરવા જઇ રહ્યાં છે. આ  લગ્ન ગુરુવારે એટલે કે આવતી કાલે  ચંદીગઢમાં થશે. ભગવંત માન ડૉ ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. સાથે જ  આ હાઇ પ્રોફાઇલ લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખાસ હાજરી આપશે.કોમેડિયનમાંથી રાજનેતા બનેલા ભગવંત માન હાલમાં ભગવંત માન 48 વર્ષના છે.  આવતી કાલે તેઓ બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. ભગવંત માનની પ્રથમ પત્ની ઈંદરપà
09:43 AM Jul 06, 2022 IST | Vipul Pandya
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લગ્ન કરવા જઇ રહ્યાં છે. આ  લગ્ન ગુરુવારે એટલે કે આવતી કાલે  ચંદીગઢમાં થશે. ભગવંત માન ડૉ ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. સાથે જ  આ હાઇ પ્રોફાઇલ લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખાસ હાજરી આપશે.કોમેડિયનમાંથી રાજનેતા બનેલા ભગવંત માન હાલમાં ભગવંત માન 48 વર્ષના છે.  આવતી કાલે તેઓ બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. ભગવંત માનની પ્રથમ પત્ની ઈંદરપà
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લગ્ન કરવા જઇ રહ્યાં છે. આ  લગ્ન ગુરુવારે એટલે કે આવતી કાલે  ચંદીગઢમાં થશે. ભગવંત માન ડૉ ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. સાથે જ  આ હાઇ પ્રોફાઇલ લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખાસ હાજરી આપશે.
કોમેડિયનમાંથી રાજનેતા બનેલા ભગવંત માન હાલમાં ભગવંત માન 48 વર્ષના છે.  આવતી કાલે તેઓ બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. ભગવંત માનની પ્રથમ પત્ની ઈંદરપ્રીત કૌર સાથે તેમના વર્ષ  2016માં છૂટાછેડા લીધા છે. તેમને બે બાળકો પણ છે.  જે ભગવંત માનની પત્ની સાથે અમેરિકામાં રહે છે, કહેવાય છે કે, ચંડીગઢમાં ભગવંત માનના લગ્નનું આયોજન થશે. ભગવંત માનના લગ્ન તેમના ઘરમાં એક પ્રાઇવેટ સેરેમની તરીકે યોજાશે અને જેમાં માત્ર નજીકના પરિવારના સભ્યો જ સમારોહમાં હાજરી આપશે. સીએમ માન ડો. ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરશે, જેઓ મુખ્યમંત્રીની માતા અને બહેન દ્વારા તેમના જીવન સાથી તરીકે  પસંદ હોવાના અહેવાલ છે.

2016માં થયા હતા છૂટાછેડા
કોમેડિયનમાંથી રાજનેતા બનેલા ભગવંત માન 2014માં પ્રથમ વાર સંગરુરથી સાંસદ બન્યા હતા. ત્યારે તેમની પત્ની ઈંદરકૌર પણ તેમના ચૂંટણી  પ્રચારમાં દેખાયા હતા. જો કે, બંનેએ 2016માં લગ્ન સંબંધમાંથી છૂટાછેડા લઈ લીધા હતા. ભગવંત માનના પોલિટિકલ કરિયરના વાત કરાએ તો  2019માં સંગરુરથી ચૂંટણી જીત્યા હતા, પણ 2022માં તે આપ તરફથી પંજાબના સીએમ ઉમેદવાર બન્યા, તેમના નેત઼ૃત્વમાં પાર્ટીને પ્રચંડ બહુમત મળ્યો, ભગવંત માને 16 માર્ચે પંજાબના સીએમ તરીકે શપથ લીધા હતા. 2015માં તેમના પરર્સનલ જીવનમાં ઉથલપાથલ સર્જાઇ હતી અને 2016માં ભગવંત માનને તેમની પત્ની ઈંદરજીત કૌર સાથે છૂટાછેડા થયા છે. ભગવંત માનને બે બાળકો પણ છે હાલમાં  તેમના બાળકો તેમની સાથે વાત નથી કરતા તેવો ખુલાસો કર્યો હતો, જોકે વર્ષ 2022માં જ્યારે તેઓ પંજાબમાં મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના બાળકો આ સેરેમનીમાં જોડાયા હતાં. 

ઈન્ટરવ્યૂમાં  પોતાની પારિવારિક બાબતો પર ખુલાસો કર્યો હતો
ભગવંત માને એક ઈન્ટરવ્યૂમાં  પોતાની પારિવારિક બાબતો પર ખુલાસો  આપતાં કહ્યું હતુ કે  તેમના બાળકો સાથે તેમને ફોન પર વાત થતી નથી. ભગવંત માને ખુદ માન્યું છે કે, પરિવારને સમય ન આપવાના કારણે તેમની પત્ની સાથે સંબંધો તૂટ્યા. બાદમાં સહમતીથી બંને વચ્ચે છૂટાછેડા પણ થયા. ભગવંત માનના લગ્નમાં ભંગાણ આવ્યા બાદ તેમણે પંજાબને જ પોતાનો પરિવાર ગણ્યો છે.  જો કે માનની એક્સ વાઇફે તેમના પોલિટિકલ કરિયરના પાયો રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. કારણકે તેઓ ઘણી રેલીઓમાં એક સાથે જોવાં મળ્યાં હતાં. કેટલાય લોકો ભગવંત માનના છૂટાછેડાને રાજકારણ સાથે જોડવાને લઈને સ્ટંટ બતાવીને તેમની ટીકા કરી હતી. 
 
આ પણ વાંચો- સ્ટેન્ડ-અપ કોમેડિયનથી પંજાબના સીએમ પદ સુધી, ભગવંત માન સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો
Tags :
ArvindkejariwalMarriageBhagvatmaanchandigarhCmoPunjabGujaratFirstPunjab
Next Article