યુક્રેનમાં રશિયન સેનાના હુમલા વચ્ચે પુતિનની એર હોસ્ટેસ સાથે મુલાકાત, જુઓ ફોટો
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કેટલીક તસવીર સામે આવી છે. જેમાં તેઓ રશિયન એર હોસ્ટેસ અનવે પાયલટ સાથે દેખાઇ રહ્યા છે. એક મોટા ટેબલની ચોતરફ અનેક મહિલાઓ બેઠી છે અને તેમની વચ્ચે રાષ્ટ્રપતિ પુતિન પણ બેસેલા છે.અમેરિકન મીડિયા ન્યુયોર્ક પોસ્ટના એક રિપોર્ટ પ્રમાણે આ તસવીરો ગયા શનિવાર (5 માર્ચ)ની છે, જેમાં રશિયન રાષ્ટ્રપતિ એરોફ્લોટ એરલાàª
12:35 PM Mar 06, 2022 IST
|
Vipul Pandya
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કેટલીક તસવીર સામે આવી છે. જેમાં તેઓ રશિયન એર હોસ્ટેસ અનવે પાયલટ સાથે દેખાઇ રહ્યા છે. એક મોટા ટેબલની ચોતરફ અનેક મહિલાઓ બેઠી છે અને તેમની વચ્ચે રાષ્ટ્રપતિ પુતિન પણ બેસેલા છે.
અમેરિકન મીડિયા ન્યુયોર્ક પોસ્ટના એક રિપોર્ટ પ્રમાણે આ તસવીરો ગયા શનિવાર (5 માર્ચ)ની છે, જેમાં રશિયન રાષ્ટ્રપતિ એરોફ્લોટ એરલાઇનની મહિલા ફ્લાઇટ એટેન્ડન્ટ્સ અને પાઇલટ્સ સાથે વાત કરતા જોવા મળે છે. આ તસવીરો ત્યારની છે કે જ્યારે પુતિન PJSC એરોફ્લોટના એવિએશન ટ્રેનિંગ સેન્ટરની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેઓ રશિયન એરલાઈન્સની મહિલા ફ્લાઈટ ક્રૂ સાથે પોઝ આપતા દેખાયા હતા. પોતાની મુલાકાત દરમિયાન તેમણે એરલાઇનના કર્મચારીઓ સાથે બેઠક પણ કરી હતી.
આ તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. કેટલાક લોકો તો આ તસવીર જોઇને પુતિન પર પ્રહાર પમ કરી રહ્યા છે કે એક તરફ યુક્રેનના લોકો પોતા જીવ બચાવવા માટે બંકરોમાં અને મેટ્રો સ્ટેશનમાં છુપાયા છે. તો બીજી તરફ પુતિન આ રીતે મહિલાો સાથે બેઠક કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો મજાકમાં એવું પણ કહ્યું કે પુતુન આ મહિલાઓને સમજાવી રહ્યા છે કે રશિયાએ યુક્રેન પર શા માટે હુમલો કર્યો?
આ બધા વચ્ચે ટીવી પર પ્રસારિત એક બેઠક દરમિયાન પુતિને કહ્યું કે, 'પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર મુકાયેલા પ્રતિબંધો યુદ્ધની ઘોષણા સમાન છે. જો યુક્રેન આવું જ વર્તન ચાલુ રાખશે તો તે સ્વતંત્રા રાજ્યનો દરજ્જો પણ ગુમાવશે’ સાથે જ તેમણે ચેતવણી પણ આપી હતી કે યુક્રેનમાં નો-ફ્લાય ઝોન લાગુ કરવાનો કોઈપણ પ્રયાસ યુદ્ધમાં પ્રવેશવા સમાન હશે.
ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે છેેલ્લા દસ દિવસથી સતત યુદ્ધ શરુ છે. આ દરમિયાન અનેક દેશો અને સંગઠનો દ્વારા તેને રોકવાના પ્રયાસ થઇ ચુક્યા છે. જે સફળ રહ્યા નથી. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર પુતિનની આ તસવીરો ચર્ચાનો વિષય બની છે.
Next Article