Junagadh કૃષિ યુનિવર્સિટીના વી.સી. પર ઊભા થયા સવાલો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વી.સી. સવાલોનાં ઘેરામાં આવવા પામ્યા છે. પુત્રવધુ અને યુનિ. ના અધિકારીની એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે.
Advertisement
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની વીસી પર સવાલો ઊભા થયા છે. મેન પાવર રાખવાન કોન્ટ્રાક્ટ પોતાના પુત્રવધુની પાર્ટનરશીપવાળી કંપનીને આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમ પોર્ટલ પરથી મેન પાવર માટેની એજન્સી મંગાવી હતી. જેમાં જે.પી.વેન્ટર્સ નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. 115 જગ્યાઓ આઉટસોર્સિંગથી ભરવા માટેનું કામ હતું. યુનિવર્સિટીના અન્ય અધિકારીઓ પણ આ કંપનીમાં પાર્ટનર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એપ્રિલ માસથી કામ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે. પુત્રવધુ અને યુનિ. ના અધિકારીની પાર્ટનરશીપવાળી એજન્સીને વર્ક ઓર્ડર પોતાની ઘરની કંપનીને માન્યતા આપવા માટે 200 થી વધુ એજન્સીઓને ડીસ્કોલીફાઈડ કરી દીધી છે. સમગ્ર મામલે વી.સી. ચોવટીયાએ કંઈ પણ બોલવાનો ઈન્કાર કરી દીધો હતો. ચોવટીયાના મૌનથી વધુ સવાલો ઊભા થયા છે.
Advertisement


