Radhanpur : રાધનપુરમાં 'ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ'ના અહેવાલની અસર, 2 દિવસ પહેલા ખેતરમાં ખનનની બની હતી ઘટના
Radhanpur : રાધનપુરમાં ખેડૂતની જાણ બહાર ખેતરમાંથી હજારો મેટ્રિક ટન માટીની કથિત ચોરીના મામલે તંત્ર હરકતમાં આવ્યું છે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ દ્વારા આ મુદ્દે અહેવાલ પ્રસારિત થતાં ખાણ-ખનીજ વિભાગે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ટીમ દ્વારા સ્થળનું નિરીક્ષણ અને માપણીની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
Advertisement
Radhanpur : રાધનપુરમાં ખેતરમાંથી હજારો મેટ્રિક ટન માટીની કથિત ચોરીના મામલે હવે તંત્ર સક્રિય બન્યું છે. 2 દિવસ અગાઉ સામે આવેલી આ ઘટનાને લઈને ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેના પગલે ખાણ-ખનીજ વિભાગે તાત્કાલિક એક્શન લેતા સ્થળની મુલાકાત લીધી અને સમગ્ર મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ખેડૂતની જાણ બહાર ખેતરમાંથી મોટા પાયે માટીનું ખનન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિભાગની ટીમે સ્થળ પર પહોંચી માપણીની પ્રક્રિયા શરૂ કરી છે અને નિયમો મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Advertisement


