રાહુલ ગાંધીને ‘વોટ ચોરી’ મામલે 3 રાજ્યોની નોટિસ
- વોટ ચોરી (Vote Theft) ના આરોપ મુદ્દે રાહુલ ગાંધીને 3 નોટિસ
- કર્ણાટક, હરિયાણા અને મહારાષ્ટ્ર CEOની નોટિસ
- 10 દિવસમાં ડિક્લેરેશન આપવા નોટિસ ફટકારી
- ડિક્લેરેશન આપે અથવા દેશની માફી માગેઃ EC
- 'બે વાર વોટિંગ કરવાના આરોપના પુરાવા આપો'
Vote Theft allegations : કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ (Vote Theft) ના આરોપોને લઈને કર્ણાટક, હરિયાણા અને મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO) દ્વારા તેમને નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ મુજબ, રાહુલ ગાંધીને 10 દિવસની અંદર સોગંદનામું (Declaration) સબમિટ કરવાનું રહેશે અથવા તેમના આરોપો પાછા ખેંચી દેશની માફી માગવાની માગણી કરવામાં આવી છે.
આરોપોની શરૂઆત
7 ઓગસ્ટ, 2025 ના રોજ દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ‘વોટ ચોરી’ (Vote Theft) નો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે મતદાર યાદીમાં અયોગ્ય લોકોની એન્ટ્રી કરવામાં આવી અને લાયક મતદારોને બાકાત કરવામાં આવ્યા. ખાસ કરીને, કર્ણાટકના મહાદેવપુરા વિધાનસભા ક્ષેત્રમાં 1,00,250 નકલી અને ડુપ્લિકેટ મતો ઉમેરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો. તેમણે આ આરોપોને સમર્થન આપવા એક 70 વર્ષની મહિલા શકુંતલા રાનીનું ઉદાહરણ આપ્યું, જેમણે કથિત રીતે બે વાર મતદાન કર્યું. આ ઉપરાંત, તેમણે હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ આવી જ અનિયમિતતાઓનો દાવો કર્યો.