રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત : 2027ની ચૂંટણી માટે કોંગ્રેસની અત્યારથી તૈયારી?
Radhul Gandhi Gujarat Visit : સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે 26 જુલાઈ, 2025ના રોજ ગુજરાત પહોંચ્યા છે, જ્યાં વડોદરા એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
12:44 PM Jul 26, 2025 IST
|
Hardik Shah
Radhul Gandhi Gujarat Visit : સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે 26 જુલાઈ, 2025ના રોજ ગુજરાત પહોંચ્યા છે, જ્યાં વડોદરા એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે રાહુલ ગાંધી વડોદરાના જીતોડિયા ગામમાં સહકારી દૂધ ઉત્પાદકો અને સહકારી સમુદાયના નેતાઓ સાથે બેઠક યોજશે, જેમાં ખેડૂતોની સમસ્યાઓ, સહકારી સંસ્થાઓની વર્તમાન સ્થિતિ અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. કોંગ્રેસનું માનવું છે કે સહકારી મોડેલ ગુજરાતના ખેડૂતો અને ગ્રામીણ સમુદાયની આર્થિક પ્રગતિનો આધાર છે, અને આ બેઠક દ્વારા પાર્ટી સ્થાનિક સમસ્યાઓને સમજીને ચૂંટણી વ્યૂહરચના તૈયાર કરવા માંગે છે.
Next Article