Rahul Gandhi આવશે ગુજરાતના પ્રવાસે, રાજીવ ગાંધી ભવન ખાતે કરશે બેઠક
Rahul Gandhi to visit Gujarat today : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે, 15 એપ્રિલ 2025ના રોજ ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેઓ અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે એક મહત્ત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે.
09:57 AM Apr 15, 2025 IST
|
Hardik Shah
Rahul Gandhi to visit Gujarat today : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે, 15 એપ્રિલ 2025ના રોજ ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેઓ અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે એક મહત્ત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં વિવિધ રાજ્યોના AICC ડેલિગેટ્સ, જેમાં ઉત્તર પ્રદેશના નેતા અજય લલ્લુ પણ હાજર રહેશે. રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખો અને નિરીક્ષકો સાથે ગુજરાતમાં પાર્ટીની સંગઠનાત્મક મજબૂતી અને આગામી 2027ની વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરશે. ગુજરાતે દેશને ઘણું આપ્યું હોવાનું ઉલ્લેખ કરતાં, કોંગ્રેસે રાજ્યમાં વધતા અત્યાચારોને રોકવા અને લોકોના હક્કોની રક્ષા માટે પોતાનું અભિયાન તેજ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
Next Article