ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

20 પશુઓ વચ્ચે 1 હજાર લીટર દુધનું ઉત્પાદન કેવી રીતે? અમૂલના અધિકારીઓ પણ ચોંક્યા, તબેલામાં રેઈડ

ખેડા (Kheda) જિલ્લાના મહેમદાવાદ તાલુકાના આવેલા રૂદણ પાસે અમુલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અંદાજિત 1000 લીટર જેટલું દૂધના (Milk) ટેન્કરને સીલ કરીને એફએસએલમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે આ સમગ્ર કાર્યવાહીમાં અમુલ (Amul) દ્વારા ખેડા પોલીસની પણ મદદ લેવામાં આવી છે.અમૂલમાં ફરિયાદઘણા સમયથી અમુલમાં આ તબેલાના માલિક દ્વારા 1000 લીટર જેટલું દૂધ ભરવામાં આવ્યું હતું પરંતુ તબેલા માલિકની પશુઓ
11:46 AM Feb 24, 2023 IST | Vipul Pandya
ખેડા (Kheda) જિલ્લાના મહેમદાવાદ તાલુકાના આવેલા રૂદણ પાસે અમુલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અંદાજિત 1000 લીટર જેટલું દૂધના (Milk) ટેન્કરને સીલ કરીને એફએસએલમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે આ સમગ્ર કાર્યવાહીમાં અમુલ (Amul) દ્વારા ખેડા પોલીસની પણ મદદ લેવામાં આવી છે.અમૂલમાં ફરિયાદઘણા સમયથી અમુલમાં આ તબેલાના માલિક દ્વારા 1000 લીટર જેટલું દૂધ ભરવામાં આવ્યું હતું પરંતુ તબેલા માલિકની પશુઓ
ખેડા (Kheda) જિલ્લાના મહેમદાવાદ તાલુકાના આવેલા રૂદણ પાસે અમુલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અંદાજિત 1000 લીટર જેટલું દૂધના (Milk) ટેન્કરને સીલ કરીને એફએસએલમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે આ સમગ્ર કાર્યવાહીમાં અમુલ (Amul) દ્વારા ખેડા પોલીસની પણ મદદ લેવામાં આવી છે.
અમૂલમાં ફરિયાદ
ઘણા સમયથી અમુલમાં આ તબેલાના માલિક દ્વારા 1000 લીટર જેટલું દૂધ ભરવામાં આવ્યું હતું પરંતુ તબેલા માલિકની પશુઓની સંખ્યા 20 એક જેટલી જ છે જેને લઈને એક જાગૃત નાગરિકને શંકા જતા એટલું બધું દૂધ ક્યાંથી આવે છે જેને લઈને અમૂલમાં ફરિયાદ કરવામાં આવી હતી.
ભેલસેળ સામે આવશે તો ફરિયાદ નોંધાશે
જેથી આજરોજ અમુલ દ્વારા ખેડા પોલીસને મદદ લઈને આ તબેલા ઉપર રેડ કરવામાં આવી હતી જેમાં 1000 લીટર જેટલા દૂધ ભરેલા ટેન્કરને અમૂલ દ્વારા સીલ કરીને FSL માટે મોકલી આપવામાં આવ્યું છે. AMULના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હાલ તો આ સેમ્પલને તપાસમાં મોકલવામાં આવશે અને જો ભેળસેળ મળશે તો આ તબેલાના માલિક સામે પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે હાલ અમુલ દ્વારા તપાસ ચાલુ છે.
પશુઓની સંખ્યાના પ્રમાણમાં દુધ વધારે
અમૂલ ડેરીના કર્મચારી ડો.યોગેશ પટેલે મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અરજી મળતાં તપાસ કરવામાં આવી છે. જોકે કોઈ વાંધાજનક ચીજવસ્તુઓ નથી મળી. અરજી પ્રમાણે તબેલાના માલિક છે તેમાં 20 જેટલા પશુઓ છે અને દૂધ વધુ માત્રામાં ભરવામાં આવે છે.
દુધના સેમ્પલોના રિપોર્ટ આવ્યા બાદ આગળવી કાર્યવાહી
તેમણે જણાવ્યું કે, જેની તપાસ હાથ ધરતા ખરેખર 20 જેટલા જ પશુઓ હતા. જોકે તબેલાના માલિકે જણાવ્યું કે, આ દૂધ અમે જિલ્લા બહારથી અમારા અન્ય તબેલામાંથી લાવીએ છીએ તેવુ નિવેદન આપ્યું છે. વધુમાં 20 પશુઓનુ અંદાજીત 130 લીટરની આસપાસ દૂધ મળે પરંતુ 1 હજાર લીટર શક્ય નથી. જોકે હાલ 1 હજાર જેટલુ દૂધના સેમ્પલો લેવામાં આવ્યા છે અને એ બાદ આમા શુ આવે છે પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે.
આ પણ વાંચો - દુધધારા ડેરીમાં સતત પાંચમી ટર્મ માટે પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ પટેલની વરણી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmulAmulDairyCattleBreederGujaratGujaratFirstKhedamilkMilkProductionNadiadRaidRudanVillageWhiteRevolution
Next Article