Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Railway Budget : કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાત માટે ₹17,366 કરોડ ફાળવ્યા

Railway Budget : કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પત્રકાર પરિષદ યોજીને ગુજરાત રેલવે વિભાગ માટે બજેટની જાહેરાત કરતા જણાવ્યું કે, આ વર્ષે રાજ્યને ₹17,366 કરોડની ઐતિહાસિક ફાળવણી કરવામાં આવી છે, જે કોંગ્રેસ શાસનકાળની સરખામણીએ અંદાજે 29 ગણી વધારે છે.
Advertisement
  • રેલવે બજેટને લઈને કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી પત્રકાર પરિષદ
  • વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા અશ્વિની વૈષ્ણવ
  • કેન્દ્રીય બજેટમાં ગુજરાત રેલ વિભાગ માટે ₹17,366 કરોડની ફાળવણી
  • કેન્દ્રીય રેલ મંત્રી અને ગુજરાતથી સાંસદ અશ્વિની વૈષ્ણવે આપી માહિતી
  • કોંગ્રેસ શાસનમાં થતી ફાળવણી કરતા 29 ગણું વધુ બજેટ ફાળવ્યું
  • હાલ ગુજરાતમાં 1.28 કરોડના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે
  • ગુજરાત રાજ્યમાં દોડતી ટ્રેન લાઇનનું 100% વિદ્યુતિકરણ પૂર્ણ

Railway Budget : કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પત્રકાર પરિષદ યોજીને ગુજરાત રેલવે વિભાગ માટે બજેટની જાહેરાત કરતા જણાવ્યું કે, આ વર્ષે રાજ્યને ₹17,366 કરોડની ઐતિહાસિક ફાળવણી કરવામાં આવી છે, જે કોંગ્રેસ શાસનકાળની સરખામણીએ અંદાજે 29 ગણી વધારે છે. રેલ મંત્રીના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાતમાં કુલ ₹1.28 લાખ કરોડના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ પ્રગતિ હેઠળ છે અને રાજ્યમાં રેલવે લાઇનનું 100% વિદ્યુતિકરણ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.

આ સાથે જ 87 નવા રેલવે સ્ટેશનોના આધુનિકીકરણનું કાર્ય ચાલી રહ્યું છે અને આગામી વર્ષ સુધીમાં બુલેટ ટ્રેનનું કોમર્શિયલ સંચાલન શરૂ કરવાની દિશામાં કામગીરી અત્યંત ઝડપી બનાવી દેવામાં આવી છે. રેલવેની આર્થિક સ્થિતિ પર પ્રકાશ પાડતા તેમણે ઉમેર્યું કે, ભારતીય રેલવેની કુલ આવક ₹2.78 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે, જેમાં વર્ષ 2025-26 માટે પેસેન્જર ટ્રેનની આવક ₹80 હજાર કરોડ અને કોમર્શિયલ રેલવેની આવક વધીને ₹1.78 લાખ કરોડ થવાની અપેક્ષા છે. આ નવા બજેટ હેઠળ ગુજરાતમાં અનેક નવી ટ્રેનો પણ શરૂ કરવામાં આવશે, જે મુસાફરોની સુવિધામાં નોંધપાત્ર વધારો કરશે.

Advertisement

આ પણ વાંચો :  Shedding the Colonial Baggage : બ્રિટિશ છાપ છોડી સ્વદેશી ઓળખ તરફ ભારતનું પ્રયાણ

Advertisement

Tags :
Advertisement

.

×