Weather Forecast : રાજ્યભરમાં 1 જૂલાઈ સુધી વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યસભરમાં 1 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
08:04 PM Jun 25, 2025 IST
|
Vishal Khamar
હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં 1 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. નર્મદા અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગમાં પણ અતિભારે વરસાદની સંભાવનાઓ છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. મધ્ય ગુજરાતમાં દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરી છે.
Next Article