રાજ્યમાં 2 દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી, Video
Weather Forecast : રાજ્યમાં આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વીજળી સાથે વરસાદ અને થન્ડરસ્ટોર્મની શક્યતા છે.
04:29 PM Nov 03, 2025 IST
|
Hardik Shah
- રાજ્યમાં બે દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી
- સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદની હવામાન આગાહી
- સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં થન્ડરસ્ટોર્મની આગાહી
- આગામી 24 કલાકમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા
- આગામી 5 દિવસ સુધી માછીમારો માટે કોઈ ચેતવણી નહીં
Weather Forecast : રાજ્યમાં આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વીજળી સાથે વરસાદ અને થન્ડરસ્ટોર્મની શક્યતા છે. આગામી 24 કલાક દરમિયાન ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, હાલ સમુદ્રમાં કોઈ ગંભીર હવામાન પરિસ્થિતિ ન હોવાથી આગામી પાંચ દિવસ સુધી માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો : Unseasonal Rain : હવે ખમૈયા કરો મેઘરાજા! રાજ્યમાં અણધાર્યા વરસાદથી જનજીવન પર અસર
Next Article