Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ ઠાકરેને મળ્યું 99 ટકા શિવસૈનિકોનું સમર્થન, મહારાષ્ટ્ર સરકારના હોશ ઉડી ગયા

મહારાષ્ટ્રમાં લાઉડ સ્પીકર વિવાદ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર સરકાર અને નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે વચ્ચે તણાવ દિવસે દિવસે વધી રહ્યો છે. રાજ ઠાકરે તરફથી આપવામાં આવેલી ચેતવણી પછી મહારાષ્ટ્ર પોલીસ એલર્ટ મોડ પર છે. ત્યારે આજે એક ચોંકાવનારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજ ઠાકરેને હવે શિવસેનાના સમર્થકો દ્વારા પણ સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દાને
રાજ ઠાકરેને મળ્યું 99 ટકા શિવસૈનિકોનું સમર્થન  મહારાષ્ટ્ર
સરકારના હોશ ઉડી ગયા
Advertisement

મહારાષ્ટ્રમાં લાઉડ સ્પીકર વિવાદ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર સરકાર અને
નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે વચ્ચે તણાવ દિવસે દિવસે વધી રહ્યો છે. રાજ
ઠાકરે તરફથી આપવામાં આવેલી ચેતવણી પછી મહારાષ્ટ્ર પોલીસ એલર્ટ મોડ પર છે. ત્યારે
આજે એક ચોંકાવનારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજ
ઠાકરેને હવે શિવસેનાના સમર્થકો દ્વારા પણ સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દાને
લઈને મોટાભાગના શિવસૈનિકો રાજ ઠાકરેના સમર્થનમાં છે. મંગળવારે રાજ ઠાકરેએ હિંદુઓને
મસ્જિદોની બહાર લાઉડ સ્પીકરમાં બમણા અવાજે હનુમાન ચાલીસા વગાડવાનું અપીલ કરી હતી.
બુધવારે તેમણે ફરી એકવખત ચેતવણી આપી હતી કે અમારી આ લડાઈ ચાલુ રહેશે જ્યાં સુધી
તમામ મસ્જિદો પરથી લાઉડ સ્પીકર હટાવવામાં નહીં આવે.


Advertisement

ઈકોનોમિક્સ ટાઈમ્સના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઘણા શિવસૈનિકો
હવે રાજ ઠાકરેનું સમર્થન કરી રહ્યા છે. જેના પગલે મહારાષ્ટ્ર સરકાર અને ઉદ્ધવ
ઠાકરેની મુશ્કેલીમાં વધારો થયો છે. આ અહેવાલ પ્રમાણે મુંબઈના પૂર્વ શાખાના
પ્રમુખનું કહેવું છે કે અમે આ મુદ્દાનો વિરોધ કેમ કરી શકીએ
? બાળા સાહેબનું આ સપનું હતું અને તેની લડાઈ
હતી. આ મુદ્દો રાજ ઠાકરે પહેલા અમારે ઉઠાવવો જોઈતો હતો. તો કેટલાક અધિકારીઓનું
માનવું છે કે રાજ ઠાકરેની વાતને 99 ટકા સમર્થન મળ્યું છે.

Advertisement


બુધવારે MNS વડાએ
સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેનો એક જૂનો વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં સાંભળી શકાય
છે કે એક કાર્યક્રમ દરમિયાન શિવસેનાના સ્થાપક મસ્જિદોમાંથી લાઉડસ્પીકરોને સ્ટેજ
પરથી હટાવવાની વાત કરી રહ્યા છે. શિવસેનાના નેતા સંજય રાઉતે બુધવારે રાજ્યમાં
ગેરકાયદેસર સ્પીકર હોવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે જ તેમણે
MNS ચીફના કામોને
ખેલ ગણાવ્યા છે. રાઉતે કહ્યું
, મહારાષ્ટ્રમાં
કોઈ ગેરકાયદે લાઉડસ્પીકર નથી. રાજ્યમાં સંપૂર્ણ શાંતિ છે... તે એક દિવસીય ખેલ હતો.
તેણે આગળ
કહ્યું
, રાત ગઈ બાત ગઈ. બાળ ઠાકરેના
વીડિયો અંગે તેમણે કહ્યું કે
, બાલ ઠાકરે
અને વીર સાવરકરે દેશને હિંદુત્વ શીખવ્યું છે. શિવસેનાની હિંદુત્વની શાળા વાસ્તવિક
છે.

Tags :
Advertisement

.

×