Raja Raghuvanshi Case: ક્રાઈમ સીનથી બેવફા સોનમ બેનકાબ, રાજાનું મર્ડર... આવો હતો મંજર !
Raja Raghuvanshi Case : ઇન્દોરના રાજા રઘુવંશી હત્યાકેસમાં આજે ક્રાઇમ સીન રિક્રિએટ કરવામાં આવ્યો હતો. આરોપીઓને લઇને મેઘાલય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે આ મામલે મેઘાલય પોલીસે નવો ખુલાસો કર્યો છે. શિલોંગ એસપી વિવિક સ્યેમે જણાવ્યું કે 23મેના રોજ સોહરાના વેઇસાડોંગ ફોલ્સ પાસે રાજાની હત્યામાં એક નહી પરંતુ 2 ધારદાર હથિયારનો ઉપયોગ કરાયો હતો. જેમાંથી એક હથિયાર મળી ગયુ છે જ્યારે બીજા હથિયારની તપાસ ચાલી રહી છે કે જેને રાજાને ફેંકવામાં આવ્યો હતો ત્યાં જ ખીણમાં ફેંક્યુ હતું.એસપીએ જણાવ્યું કે રાજા પર 3 વાર પ્રહાર કરવા આવ્યા હતા. ત્રણેય કિલર્સ આકાશ રાજપૂત, વિશાલ સિંહ ચૌહાણ અને આનંદ કુર્મીએ એક એક વાર પ્રહાર કર્યા હતા, સોનમ રઘુવંશીએ ક્રાઇન સીન રિક્રિએશન દરમિયાન સોનમે કબૂલાત કરી કે તે ઘટના સમયે હાજર હતી. તે પાર્કિંગ એરિયામાં રહીને કિલર્સને રાજાની હત્યા માટે ઇશારો કરતી હતી. પહેલીવાર રાજાને લોહી નીકળવા લાગ્યુ તો સોનમ બૂમ પાડીને પાછળ હટી ગઇ. ત્રણેય કિલર્સે મળીને રાજાના મૃતદેહને ખીણમાં ફેંક્યો.