Rajasthan Crime Story: આરોપી પત્ની, પ્રેમી સહિત 3 ઝડપાયા, મર્ડર માટે રૂપિયા 2 લાખની સોપારી
Rajasthan Crime Story : અલવર ખેરલીમાં 8 જૂનની રાતે થયેલી વીરુ જાટવના સંદિગ્ધ મોતના મામલામાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, વીરુને તેની પત્ની અનીતા તથા પ્રેમી કાશીરામે મળીને 2 લાખ રૂપિયાની સોપારી આપીને હત્યા કરાવી નાખી. વીરુની...
Advertisement
Rajasthan Crime Story : અલવર ખેરલીમાં 8 જૂનની રાતે થયેલી વીરુ જાટવના સંદિગ્ધ મોતના મામલામાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, વીરુને તેની પત્ની અનીતા તથા પ્રેમી કાશીરામે મળીને 2 લાખ રૂપિયાની સોપારી આપીને હત્યા કરાવી નાખી. વીરુની પત્ની જૂના પતિને છોડીને આવી હતી. હવે નવા પ્રેમી સાથે રહેવા માટે પતિનું મર્ડર કરાવી નાખ્યું. બંનેએ વાત કરીને 4 યુવકોને 2 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ 7 જૂનની રાતે ઘરમાં ઘૂસીને વીરુનું મર્ડર કરી નાખ્યું. તેના બીજા જ દિવસે પત્નીએ પતિની તબિયત ખરાબ હોવાનું નાટક કર્યું, પણ તેના શરીર પર ઈજાના નિશાન અને તૂટેલા દાંતે કાવતરાનો પર્દાફાશ કરી નાખ્યો.
Advertisement