Rajkot Accident Reality check : બસના પાર્કિંગ સ્ટેન્ડની દિવાલની પાછળ મળી દારૂની ખાલી બોટલો!
Rajkot Accident Reality check : રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ચોકડી નજીક સિટી બસના પાર્કિંગ સ્થળે Gujarat First ની ટીમે કરેલા રિયાલિટી ચેકમાં ચોંકાવનારું દૃશ્ય સામે આવ્યું, જ્યાં પાર્કિંગની દિવાલ પાછળ અને નજીકના મેદાનમાં દારૂની ખાલી બોટલો મળી આવી.
06:10 PM Apr 17, 2025 IST
|
Hardik Shah
Rajkot Accident Reality check : રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ચોકડી નજીક સિટી બસના પાર્કિંગ સ્થળે Gujarat First ની ટીમે કરેલા રિયાલિટી ચેકમાં ચોંકાવનારું દૃશ્ય સામે આવ્યું, જ્યાં પાર્કિંગની દિવાલ પાછળ અને નજીકના મેદાનમાં દારૂની ખાલી બોટલો મળી આવી. આ ઘટનાએ ગંભીર સવાલો ઉભા કર્યા છે કે આ બોટલો ક્યાંથી આવી અને શું સિટી બસના ડ્રાઇવરો દારૂનું સેવન કરીને વાહન ચલાવે છે?
ખાસ કરીને, જ્યારે શહેરમાં ડ્રાઇવરો દ્વારા દારૂ પીને બસ ચલાવવાની ફરિયાદો વારંવાર સામે આવે છે, ત્યારે આ શંકા વધુ ગંભીર બને છે. ગુજરાત જેવા દારૂબંધીવાળા રાજ્યમાં આવી ઘટના સિટી બસની સુરક્ષા અને જાહેર વિશ્વાસ પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે, જેની તપાસની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.
Next Article