Rajkot : ભાજપ કોર્પોરેટર પર ગેરકાયદેસર બાંધકામ બદલ લાંચ લેવાનો આરોપ
રાજકોટના ભાજપના કોર્પોરેટર અને પૂર્વ TP ચેરમેન પર ગંભીર આક્ષેપ કર્યા છે. કારખાનેદારે કોર્પોરેટર નરેન્દ્ર ડવે રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
Advertisement
રાજકોટના ભાજપના કોર્પોરેટર અને પૂર્વ TP ચેરમેન પર ગંભીર આક્ષેપ કર્યા છે. કારખાનેદારે કોર્પોરેટર નરેન્દ્ર ડવે રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. કારખાનેદારનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયા બાદ આક્ષેપ કર્યો હતો. નરેન્દ્ર ડવે બાંધકામ ન તોડવા દેવા માટે 4 લાખ રૂપિયા લીધાનો દાવો કર્યો હતો. બાંધકામ તોડ્યાની નોટિસ બાદ વધુ રૂપિયા માંગ્યાનો કારખાનેદારનો આક્ષેપ છે. કારખાનેદારે જણાવ્યું હતું કે, નોટિસ મળ્યા બાદ કોર્પોરેટરે વધુ દોઢ લાખ રૂપિયા માંગ્યા હતા. કોર્પોરેટર નરેન્દ્ર ડવે જણાવ્યું હતું કે, કોઈ જ પ્રકારનો વહીવટ થયાના આક્ષેપ પાયા વિહોણા ગણાવ્યા હતા. ઈમ્પેક્ટ ફી ભરી ન હોવાથી ગેરકાયદે બાંધકામ તોડાયું છે. કારખાનેદાર સાથે રૂપિયાની લેતી દેતીની કોઈ વાત નથી તેમજ નરેન્દ્ર ડવે જણાવ્યું હતું.
Advertisement