Rajkot : જંગલેશ્વર ડિમોલેશનમાં પાણી બોટલના ખર્ચનો વિવાદ, સામાજિક આગેવાન પુરૂષોત્તમ પીપળીયાની પોસ્ટ વાઇરલ
ત્યારે હવે આ મામલે સામાજિક આગેવાન પુરૂષોત્તમ પીપળીયાની સોશિયલ મીડિયામાં પોસ્ટ સામે આવી છે.
Advertisement
રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનમાં પાણી બોટલના ખર્ચનો વિવાદ સતત વકરી રહ્યો છે. ત્યારે હવે આ મામલે સામાજિક આગેવાન પુરૂષોત્તમ પીપળીયાની સોશિયલ મીડિયામાં પોસ્ટ સામે આવી છે. હરિસિંહ સુચરીયા સાથે ટેલિફોનિક વાતચીતની ઓડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં હરિસિંહ સુચરીયાએ 5 હજાર પાણીની બોટલનું વિતરિત કર્યું હોવાનું જણાય છે. વાઇરલ પોસ્ટમાં હરિસિંહ સુચરીયા કહેતા સંભળાય છે કે, RMC ની 200 ML બોટલ 2 રૂપિયાથી સસ્તી. આપણે વિતરણ કરેલી રાઉન્ડ બોટલ રૂ. 3ની. જોઇએ એટલી બોટલો રૂ. 2માં આપું. શ્રી ઉમિયા મંડપના માલિક શૈલેષ દેસાઈએ જૂઠાણાં ફેલાવ્યાંનો પણ આરોપ થયો.......જુઓ અહેવાલ.....

