Rajkot: BJP નેતા Vipul Dudhat ના સમર્થનમા આવ્યા સહકારી નેતા Dileep Sanghani
અમરેલીના લીલીયામાં ભાજપ નેતા અને DySP વિવાદમાં ભાજપ નેતા વિપુલ દૂધાતના સમર્થનમા સહકારી નેતા દિલીપ સંઘાણી આવ્યા છે.
Advertisement
અમરેલીના લીલીયામાં ભાજપ નેતા અને DySp વિવાદમાં ભાજપ નેતા વિપુલ દુધાતાના સમર્થનમાં સહકારી નેતા દિલીપ સંઘાણી આવ્યા છે. દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, ભાજપ નેતા વિપુલ દુધાતાના આક્ષેપ એકદમ સાચા છે. ખુલ્લેઆમ દારૂના વેચાણ મુદ્દે વિપુલ દૂધાતે sp ને રજૂઆત કરી હતી. અમરેલી sp એ ભાજપ કાર્યાલય બંધ કરવાની ધમકી આપી હતી. કોઈ પોલીસ અધિકારી ધમકી આપે ત્યારે ચૂપ નહી બેસું, આગામી સમયમાં અમરેલીમાં જઈને ખુદ પોલીસની પોલ ખોલીસ. અમરેલીમાં એસપી-પોલીસની રહેમ રાહે બધી જ ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલે છે. દારૂ, રેતીની ખનન સહિતની ગેરકાદે પ્રવૃતિઓ ચાલે છે. હું બધી જ વિગતો મેળવીને સમગ્ર બાબત ઉજાગર કરીશ.
Advertisement