Rajkot Firoz Gang : સૌરાષ્ટ્રની કુખ્યાત ફિરોઝ ગેંગ પર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો મોટો સકંજો
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે સૌરાષ્ટ્રની કુખ્યાત ફિરોઝ ગેંગ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. દારૂના કાળા કારોબારમાં સંકળાયેલી આ ગેંગ વિરુદ્ધ પોલીસે ‘ગુજસીટોક’ (GUJCTOC) હેઠળ કેસ નોંધી ૯ માથાભારે શખ્સોની ધરપકડ કરી છે.
Advertisement
Rajkot Firoz Gang : રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સૌરાષ્ટ્રમાં દારૂનું સામ્રાજ્ય ચલાવતી કુખ્યાત ફિરોઝ ગેંગના નેટવર્કને પોલીસે તોડી પાડ્યું છે. આ ગેંગ હરિયાણા અને રાજસ્થાનથી દારૂ મંગાવી ગુજરાતના ૧૨ જિલ્લાઓમાં સપ્લાય કરતી હતી. કુલ ૨૦ નામચીન બુટલેગરોની આ ગેંગ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરી, પોલીસે અત્યાર સુધીમાં ૯ મુખ્ય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસની આ આકરા પગલાંની કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

