Rajkot Crime: Dog Squad ની કામગીરી DGPએ વખાણી, છ મહિનામાં આઠ ગુના ઉકેલાયા
Rajkot Crime: રાજ્યમાં પોલીસ વિભાગમાં હવે ડોગ સ્કોડનું મહત્વ વધી રહ્યું છે. ગુજરાતના ડીજી વિકાસ સહાય દ્વારા પણ થોડા દિવસ પહેલા ડોગ ડોગ્સ સ્કોડ વખાણ કરવામાં આવ્યા હતા અને છેલ્લા છ મહિનામાં આઠ જેટલા નાર્કોટિક્સના કેસ ડોગ સ્કોડ દ્વારા ઉકેલવામાં આવ્યા છે. રાજકોટમાં ડોગ્સ સ્કોડ કઈ રીતે કામ કરે છે શું હોય છે? વિશેષતા અને કઈ પ્રકારની હોય છે તેની ટ્રેનિંગ જુઓ અમારા વિશેષ અહેવાલમાં...
ડોગ સ્કોડને કઈ રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે?
ગુજરાત પોલીસ દિવસેને દિવસે આધુનિક બની રહી છે, જે રીતે ગુનેગારો ગુનાને અંજામ આપવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે. તેમ પોલીસ પર ગુનેગારોને પકડવા માટે નવી નવી ટેકનોલોજી નો ઉપયોગ કરતા જોવા મળતા હોય છે જોકે ગુજરાતની અંદર છેલ્લા થોડા સમયમાં દ્રગ્સ જેવા નશા પદાર્થોનું દુષણ વધી રહ્યું છે જેની સામે લડવા ગુજરાત પોલીસ દ્વારા હવે ડોગ્સ સ્કોડને તૈયાર કરવામાં આવી છે ત્યારે કઈ રીતે આ ડોગ સ્કોડને ટ્રેનિંગ આપી તૈયાર કરવામાં આવે છે આવો જાણીએ.
ડોગના ખોરાક નું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે
ડોગ સ્કોડ ને અલગ અલગ ત્રણ પ્રકારની ટ્રેનીંગ આપવામાં આવે છે જે કુલ અલગ અલગ 9 થી 12 મહિના સુધીની હોય છે આ ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ આ ડોગ ને અલગ અલગ જિલ્લાઓમાં મૂકવામાં આવે છે જ્યાં પ્રતિદિન તેની ટ્રેનિંગ થતી હોય છે આ ઉપરાંત ડોગના ખોરાક નું વિશેષ ધ્યાન રાખવામાં આવતું હોય છે સવારે બાફેલા ઈંડા અને બાફેલો ખોરાક આપવામાં આવે છે અને સાંજના સમયે નોન વેજ આપવામાં આવતું હોય છે અને સાથે ભાત આપવામાં આવે છે.
આ ડોગને એવી વિશેષ ટ્રેનિંગ આપવામાં આવેલી છે
હાલ ગુજરાત પોલીસમાં કુલ ત્રણ પ્રકારના ડોગ કાર્યરત છે જેમાં સ્નિફર ડોગ , ક્રાઈમ ડોગ અને નાર્કોટિક્સ ડોગ. સ્નિફર ડોગ ની કામગીરી હોય છે બોમ્બ શોધવાની જ્યારે પણ પોલીસને બાતમી મળતી હોય છે કે કોઈ જગ્યાએ બોમ્બ છુપાવવામાં આવ્યો છે ત્યારે સ્નિફર ડોગ ગંધ ના આધારે કોઈ જગ્યાએ બોમ્બ છુપાવવામાં આવ્યો હોય છે તો તેને શોધી લે છે , બીજી તરફ ક્રાઇમ ડોગની કામગીરી હોય છે હત્યા જેવા ગુનાઓમાં આરોપીઓને શોધવાની આરોપીના પરસેવાની ગંધ ના આધારે ક્રાઈમ ડોગ એક કરતાં વધુ વ્યક્તિઓમાંથી ગુના ને અંજામ આપનાર ગુનેગારને પકડી લે છે આ ઉપરાંત ગુનેગાર દ્વારા ગુનાને અંજામ આપવા માટે કોઈ સાધનો છુપાવવામાં આવ્યા હોય અથવા તો કીમતી વસ્તુની ચોરી કરી અને છુપાવવામાં આવી હોય તો તેને પણ શોધી લે છે ત્રીજા નંબર પર આવે છે નાર્કોટિક્સ ડોગ નાર્કોટિક્સનું કામ હોય છે ઘર અથવા અન્ય જગ્યાએ છુપાવેલા ડ્રગ્સને શોધી કાઢવાનું આ ડોગને એવી વિશેષ ટ્રેનિંગ આપવામાં આવેલી હોય છે કે જ્યારે ડ્રગ્સ અને ગાંજા જેવી વસ્તુ છુપાવવામાં આવેલ હોય છે ત્યારે ગંધ ના આધારે તેને સોધી લ્યે છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસ પાસે એક ડોગ નાર્કોટિક્સ ડોગ છે
રાજકોટ ગ્રામ્ય પોલીસના ડોગ સ્કોડ પાસે કુલ 6 ડોગ છે જેમાંથી એક ડોગ નાર્કોટિક્સ ડોગ છે જેનું કામ છે ડ્રગ્સ અને ગાંજાને શોધવાનું ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સામે આવ્યો હતો જેમાં એક આરોપી દ્વારા ઘરની અંદર બંધ બાથરૂમમાં 12 કિલો થી વધુ ગાંજો છુપાવવામાં આવ્યો હતો. જોકે આ નાર્કોટિક્સ ડોગ દ્વારા છુપાવવામાં આવેલ ગાંજો શોધી લેવામાં આવ્યો હતો અને પોલીસને એક મોટી સફળતા અપાવી હતી હાલ નાર કોટીક્સ ડોગનું મહત્વ વધી રહ્યું છે, કેમ કે ડોગને વફાદાર ગણવામાં આવે છે તો સાથે જ ડોગ કોઈ પણ પ્રકારની ધારણા કે કોઈનો પક્ષ રાખ્યા વગર નિષ્પક્ષ કામગીરી કરે છે એટલે જે પણ ગુના હોય તેમાં ન્યાયિક નિર્ણય લઈ શકે છે.


