Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Rajkot Earthquake : સૌરાષ્ટ્રની ધરતીના પેટાળમાં ભારે હલચલ, સ્થાનિકોએ શું કહ્યું?

Earthquake in Rajkot:ગઈ કાલથી જે સૌરાષ્ટ્રની ધરતીના પેટાળમાં ભારે હલચલ જોવા મળી હતી. રાજકોટ જિલ્લાના જેતપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે આ મામલે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટનું નિવેદન સામે આવ્યુ છે.
Advertisement

Earthquake in Rajkot:ગઈ કાલથી જે સૌરાષ્ટ્રની ધરતીના પેટાળમાં ભારે હલચલ જોવા મળી હતી. રાજકોટ જિલ્લાના જેતપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે આ મામલે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટનું નિવેદન સામે આવ્યુ છે.

જેતપુર, ધોરાજી અને ઉપલેટાના ગામોમાં અનુભવાયા ભૂકંપના આંચકા

મળતી માહિતી મુજબ આજે સવારે રાજકોટના જેતપુરમાં અનુભવાયા 3 ભૂકંપના આંચકા આવ્યા હતા જેમાં સવારે 6:19 મિનિટે 3.8ની તીવ્રતાનો મુખ્ય આંચકો આવ્યો, જ્યારે 6:55 અને 6:58 મિનિટે બે હળવા આંચકા અનુભવાયા. ભૂકંપનું કેન્દ્રબિંદુ જેતપુરથી આશરે 28 કિલોમીટર દૂર નોંધાયું છે.આ આંચકાઓ જેતલસર, પેઢલા, સરધારપુર સહિત જેતપુર, ધોરાજી અને ઉપલેટાના ગામોમાં વધુ અનુભવાયા હતા જેથી વહેલી સવારે ઘરમાં ઊંઘતા લોકો અચાનક જાગી ઊઠ્યા અને ગભરાટમાં ઘરની બહાર દોડી આવ્યા.ઉપલેટામાં 2 કલાકમાં ભૂકંપના 7 આંચકા અનુભવાયા છે જેમાં સવારે 6થી 8.30 વાગ્યા સુધીમાં 7 આંચકા અનુભવાયા હતા ત્યારે સતત ભૂકંપના આંચકાના કારણે લોકોમાં દહેશત ફેલાઈ છે. આ ભૂકંપની તીવ્રતા 2.7થી લઈને 3.8 સુધી નોંધાઈ છે. 12 કલાકમાં 8 વખત ધ્રૂજી ઉપલેટાની ધરા ધ્રુજી છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 27 કિ.મી. દૂર નોંધાયું છે.સદનસીબે આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી. જોકે, સતત આંચકાઓને કારણે સ્થાનિકોમાં દહેશત ફેલાઈ છે.  સ્થાનિકો શું કહી રહ્યા છે જુઓ વીડિયો...

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×