Rajkot Education: રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગના સર્વેમાં ચોંકાવનારા આંકડા
Rajkot Education news: રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં શિક્ષણ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કરતા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જેમાં 45,000 થી વધુ બાળકોએ અધવચ્ચે જ અભ્યાસ છોડી દીધો હોવાનું બહાર આવ્યું છે. આ ડ્રોપ-આઉટ રેટને ઘટાડવા માટે હવે તંત્ર દ્વારા શિક્ષકોને ખાસ કામગીરી સોંપવામાં આવી છે. સર્વેની વિગતો મુજબ, 12,543 બાળકોના વાલીઓએ તેમના સંતાનોને ફરીથી શાળાએ મોકલવા માટે સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે, જ્યારે 8,087 બાળકો માઈગ્રેટ (સ્થળાંતર) થઈ ગયા હોવાનું જણાયું છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે, શાળા છોડ્યા બાદ 2,685 બાળકોનો કોઈ પત્તો મળી રહ્યો નથી, જેને લઈને શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તેમને શોધવા અને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો.


