Rajkot : ફૂડ સેફ્ટીના ધજાગરા! રાજકોટમાં પનીર, કપાસિયા તેલ અને પાણીના નમૂના ફેઇલ
- રાજકોટ મનપા દ્વારા લેવામાં આવેલા નમૂના ફેઇલ
- પનીર, કપાસિયા તેલ અને પાણીના નમૂના ફેઇલ
- અનમોલ બ્રાન્ડના કપાસિયા તેલમાં કપાસિયા તેલ જ નહોતું
- ક્રિસ્ટલ બેવરેજીસના બિલકિંગ વોટરમાં વધુ પડતા બેક્ટેરિયા
- રાજકોટ મનપાએ લીધેલા શ્યામ ડેરીના પનીરના નમૂના ફેઇલ થયા
- ભેળસેળિયા તત્ત્વો સામે દંડ અને કોર્ટ કેસ સહિતની કાર્યવાહી
Rajkot : રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા જાહેર આરોગ્યની સુરક્ષા માટે લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાના રિપોર્ટ્સમાં ગંભીર ખુલાસા થયા છે. મનપાએ લીધેલા પનીર, કપાસિયા તેલ અને પીવાના પાણીના નમૂનાઓ ફેઇલ થયા છે, જે સ્પષ્ટપણે ભેળસેળ અને ગુણવત્તાના અભાવ તરફ ઈશારો કરે છે.
રાજકોટ મનપાએ લીધેલા શ્યામ ડેરીના પનીરના નમૂના ફેઇલ થયા
આમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે અનમોલ બ્રાન્ડના કપાસિયા તેલમાં કપાસિયા તેલનું તત્ત્વ જ નહોતું. આ ઉપરાંત, ક્રિસ્ટલ બેવરેજીસના બિલકિંગ વોટરમાં વધુ પડતા બેક્ટેરિયા મળી આવ્યા હતા, જ્યારે શ્યામ ડેરીના પનીરના નમૂના પણ ગુણવત્તાના માપદંડો પર નિષ્ફળ ગયા છે. આ ગંભીર ભેળસેળિયા તત્ત્વો સામે રાજકોટ મનપા દ્વારા દંડ ફટકારવા અને કોર્ટ કેસ સહિતની કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Rajkot: મહંતે સોશિયલ મીડિયામાં નાગનું ઘર કહીને વીડિયો મૂક્યા


