Rajkot માં આરોગ્ય અધિકારીઓને શ્વાન ગણવા આદેશ
Rajkot hospital stray dog issue : રાજકોટ જિલ્લાની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં રખડતા શ્વાનોના વધતા ત્રાસને ધ્યાને લઈને રાજ્યના આરોગ્ય કમિશનર દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. ગાંધીનગરથી મળેલી આ સૂચના બાદ રાજકોટનું સ્થાનિક આરોગ્ય તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે, જે અંતર્ગત જિલ્લાની મુખ્ય હોસ્પિટલ સહિત કુલ 55 આરોગ્ય કેન્દ્રો પાસે શ્વાનોની સંખ્યાના ચોક્કસ આંકડા માંગવામાં આવ્યા છે. આ તપાસ અભિયાનમાં 12 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) અને 5 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોના પરિસરમાં કેટલા શ્વાન ફરે છે તેની વિગતવાર માહિતી એકઠી કરવામાં આવી રહી છે. હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી આ ડેટાના આધારે આગામી સમયમાં રખડતા શ્વાનોને અંકુશમાં લેવા માટે નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


