Rajkot Illegal Construction : મેયરના પતિના ગેરકાયદે બાંધકામ પર મનપાનો બ્રેક
Rajkot Illegal Construction : રાજકોટમાં મેયરના પતિ દ્વારા કરવામાં આવી રહેલા કથિત ગેરકાયદે બાંધકામનો મામલો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મીડિયામાં આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ રાજકોટ મહાનગરપાલિકા (RMC) હરકતમાં આવી છે અને તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Advertisement
- Rajkot Illegal Construction : રાજકોટમાં મેયરના પતિના ગેરકાયદે બાંધકામનો મામલો
- મીડિયા અહેવાલ બાદ રાજકોટ મનપાની કાર્યવાહી
- TP શાખાએ બાંધકામ અટકાવી નોટીસ પાઠવી
- 7 દિવસમાં બાંધકામ અંગે ખુલાસો આપવા નોટિસ
- ખુલાસા બાદ મહાનગરપાલિકા કાર્યવાહી કરશે
Rajkot Illegal Construction : રાજકોટમાં મેયરના પતિ દ્વારા કરવામાં આવી રહેલા કથિત ગેરકાયદે બાંધકામનો મામલો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મીડિયામાં આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ રાજકોટ મહાનગરપાલિકા (RMC) હરકતમાં આવી છે અને તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપાની TP (ટાઉન પ્લાનિંગ) શાખા દ્વારા સ્થળ પર જઈને બાંધકામ અટકાવી દેવામાં આવ્યું છે અને આ મામલે સત્તાવાર નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસમાં સંબંધિત પક્ષને 7 દિવસમાં બાંધકામ અંગે જરૂરી ખુલાસો રજૂ કરવાનો આદેશ અપાયો છે. આગામી સમયમાં આ ખુલાસાના આધારે મહાનગરપાલિકા દ્વારા કાયદેસરની આગળની કાર્યવાહી કરવામાં આવશે.
Advertisement


