Rajkot: જંગલેશ્વર ડિમોલિશનનો મામલો ગૂંચવાયો, સ્લમ એરિયાને ડી-નોટીફાઇ કરવાનો નિર્ણય
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં નિર્ધારિત ડિમોલિશનની કાર્યવાહી હાલમાં અનિશ્ચિતતામાં મુકાઈ છે. રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં જંગલેશ્વરના સ્લમ એરિયાને ડી-નોટીફાઇ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાથમિક સુવિધાઓની ઉપલબ્ધતા અને સ્થાનિક સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણયથી વિસ્તારના રહીશોમાં નવી આશા જન્મી છે.
Advertisement
Rajkot: રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશનનો મામલો વધુને વધુ વકરી રહ્યો છે. ત્યારે રાજકોટ મનપાએ સેન્ટ્રલ ઝોન ખાતે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં જંગલેશ્વરના સ્લમ એરિયાને ડી-નોટીફાઇ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ હવે સમગ્ર મામલો કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો છે. આગામી સમયમાં કલેક્ટર તંત્ર મારફતે આ અંગેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેથી કલેક્ટર હસ્તકની જમીન પર ડિમોલિશનની સ્થિતિ ટાળી શકાય. સામાજિક અગ્રણી પુરુષોતમ પીપળીયાએ આ બાબતે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તંત્ર દ્વારા જમીની વાસ્તવિકતા સમજીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વહીવટી તંત્રના સંકલનથી આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

