Rajkot: "જંગલેશ્વરમાં 700થી વધુ આવાસ ખાલી થઈ ગયા", જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન, જુઓ
Rajkot Jungleshwar Demolition: રાજકોટના જંગલેશ્વર (Jungleshwar) વિસ્તારમાં મહાનગરપાલિકા (Municipal Corporation) દ્વારા વિશાળ ડિમોલિશનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ઓપરેશન માટે પોલીસ કમિશનર (Police Commissioner) અને જોઈન્ટ પોલીસ કમિશનર સીધી નજર રાખી રહ્યા છે. સુરક્ષાના ભાગરૂપે 5 DCP, 17 ACP, 35 PI, 140 PSI અને 1,000 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત SRP ની 11 ટીમો, 3 ડ્રોન (Drone) ટીમો અને પ્રિઝમ 22 QRT ની 3 ટીમો સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. મનપા કમિશનર (Municipal Commissioner) તુષાર સુમરાના (Tushar Sumera) જણાવ્યા મુજબ, જંગલેશ્વર વિસ્તારમાં 700 થી વધુ આવાસો (Housing) ખાલી કરાવી દેવામાં આવ્યા છે. કુલ 1489 મકાનો તોડી પાડવામાં આવશે, જેમાં 15 મીટરના રોડ પરના 497 દબાણો અને સરકારી જમીન પર ખડકાયેલા 992 ગેરકાયદે દબાણોનો (Encroachments) સમાવેશ થાય છે. આ કામગીરી માટે 21 JCB, 26 ટ્રેક્ટર (Tractors) અને 18 ટ્રેક્ટર બ્રેકરની મદદ લેવામાં આવશે. નોટિસ મળતા કેટલાક લોકોએ જાતે જ પોતાના દબાણો દૂર કરવાનું શરૂ કર્યું છે. જુઓ વધુ વિગતો વીડિયોમાં...


