Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : આગના કારણે KBZ કંપનીને અંદાજીત 50 કરોડનું નુકસાન

Rajkot : રાજકોટમાં આવેલ KBZ કંપનીની ફેક્ટરીમાં અચાનક લાગેલી આગે આશરે 50 કરોડનું ભારે નુકસાન કર્યું છે. આ દુર્ઘટનાના સચોટ કારણો હજુ પણ અકબંધ છે અને પોલીસ દ્વારા ઘટનાની તપાસ ચાલી રહી છે.
Advertisement
  • રાજકોટમાં KBZ કંપનીની ફેક્ટરીમાં આગ લાગવાનો મુદ્દો
  • આગથી કંપનીને અંદાજીત 50 કરોડનું નુકસાન
  • આગ કેમ લાગી? તે અંગેનું રહસ્ય હજુ પણ અકબંધ
  • પોલીસ હાલ ઘટના અંગેની કરી રહી છે તપાસ
  • કંપનીએ 3 મહિનાથી લેબર કોન્ટ્રાક્ટરને પગાર ન ચૂકવ્યો હોવાનો દાવો
  • કંપની નુકસાનીમાં ચાલતી હોવાના પણ તર્ક વિતર્ક
  • ફાયર સેફ્ટી મુદ્દે કંપનીને બચાવવા રાજકીય નેતાની ભલામણની ચર્ચા
  • ફાયર સિસ્ટમ કામ નહોતી કરતી તે અંગે ઉઠ્યા છે સવાલો

Rajkot : રાજકોટમાં આવેલ KBZ કંપનીની ફેક્ટરીમાં અચાનક લાગેલી આગે આશરે 50 કરોડનું ભારે નુકસાન કર્યું છે. આ દુર્ઘટનાના સચોટ કારણો હજુ પણ અકબંધ છે અને પોલીસ દ્વારા ઘટનાની તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે કંપનીએ છેલ્લા 3 મહિનાથી લેબર કોન્ટ્રાક્ટરને પગાર ચૂકવ્યો નહોતો, જેની ચર્ચા ચાલી રહી છે. સાથે જ, કંપની લાંબા સમયથી નુકસાનીમાં ચાલતી હોવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાને લઈને ફાયર સેફ્ટી સિસ્ટમ પર પણ પ્રશ્નો ઉઠ્યા છે, કારણ કે ફેક્ટરીમાં આગ બચાવ માટેની સુવિધાઓ કાર્યરત ન હતી. કેટલાક રાજકીય નેતાઓએ કંપનીને ફાયર સેફ્ટી મામલે રાહત અપાવવા માટે ભલામણ કરી હોવાની ચર્ચા છે. આ સમગ્ર મામલે કંપનીના સંચાલન અને સુરક્ષાના મુદ્દાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

Advertisement
Tags :
Advertisement

.

×