Rajkot : લોકસેવક Khajurbhai નો રાજનીતિમાં આવવાનો સંકેત! કહ્યું - 2027માં ચૂંટણી લડવા ઉતરવું પડશે..!
- Rajkot માં ખાનગી કાર્યક્રમમાં Khajurbhai એ કરી હાંકલ
- ભણેલા યુવાનોએ સમાજ માટે રાજકારણમાં આવવું જોઈએ
- હવે એવું લાગે છે કે 2027ની ચૂંટણીમાં આપણે ઉતરવું પડશે
- કોઈપણ પાર્ટીમાંથી ચૂંટણી લડવાની નીતિન જાનીની હાંકલ
- શું ખજૂરભાઈ 2027માં ચૂંટણી લડશે?
Rajkot : લોકપ્રિય સોશિયલ મીડિયા સ્ટાર અને સમાજસેવક નીતિન જાની, જે Khajurbhai ના નામે જાણીતા છે, તેમણે રાજકોટ ખાતે એક ખાનગી કાર્યક્રમમાં રાજકારણમાં પ્રવેશનો મોટો સંકેત આપ્યો છે. ખજૂરભાઈ (Khajurbhai) એ હાકલ કરી હતી કે ભણેલા અને શિક્ષિત યુવાનોએ સમાજસેવા માટે માત્ર સેવા પૂરતું સીમિત ન રહેતા સકારાત્મક પરિવર્તન લાવવા માટે રાજકારણમાં સક્રિય થવું જોઈએ.
શું Khajurbhai 2027માં ચૂંટણી લડશે?
આ સંદર્ભમાં તેમણે પોતે જ એક મોટું નિવેદન આપ્યું કે "હવે એવું લાગે છે કે 2027 ની વિધાનસભા ચૂંટણીમાં આપણે ઉતરવું પડશે." નીતિન જાનીએ સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈપણ એક ચોક્કસ પાર્ટીમાંથી ચૂંટણી લડશે તેવું નથી, પરંતુ સેવાના ઉદ્દેશથી રાજકારણમાં આવવા માટે તૈયાર છે. તેમના આ નિવેદનથી ગુજરાતના રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે અને અટકળો તેજ બની છે કે શું ખજૂરભાઈ 2027 માં ખરેખર ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે? તેમનો આ ઈશારો સમાજસેવા થકી રાજકારણમાં નવી દિશા આપવાનો સંકેત આપે છે.
આ પણ વાંચો : Rajkot : જેતપુરના દીપાવલી ફનફેરમાં 'બ્રેક ડાન્સ' રાઇડ તૂટી! દંપતી ઇજાગ્રસ્ત, સુરક્ષા સામે સવાલ