રાજકોટ મનપાના સાયરન વિવાદે લીધો નવો વળાંક
Rajkot : રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓની ગાડીઓ પર સાયરન લગાવવાના વિવાદે નવો વિવાદ જન્માવ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ગાડી બાદ મનપાના અધિકારીઓ પણ ચર્ચામાં આવ્યા હતા.
Advertisement
Rajkot : રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓની ગાડીઓ પર સાયરન લગાવવાના વિવાદે નવો વિવાદ જન્માવ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ગાડી બાદ મનપાના અધિકારીઓ પણ ચર્ચામાં આવ્યા હતા. આ મુદ્દે સ્પષ્ટતા મેળવવા મનપાએ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO)ને પત્ર લખી માર્ગદર્શન માગ્યું હતું, પરંતુ RTO ના જવાબે સૌને મૂંઝવણમાં મૂકી દીધા છે. RTO એ સ્પષ્ટ કહ્યું કે પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ સિવાય કોઈપણ ગાડીમાં સાયરનનો ઉપયોગ ન કરી શકાય, જેનાથી મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ છે.
Advertisement