Rajkot Property Dispute : રાજકોટમાં મિલકત નામે કરવા ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
રાજકોટમાં મિલકત બાબતે ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુત્રવધૂ અને બે પૌત્રીઓનું મોટું કારસ્તાન સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
Advertisement
રાજકોટમાં મિલકત બાબતે ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુત્રવધૂ અને બે પૌત્રીઓનું મોટું કારસ્તાન સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મિલકત નામે કરાવવા દાદા-દાદીને ધમકી મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. દાદા-દાદીને હિંચકેથી નીચે પાડવાનો પ્રયાસ કરાયાનો ફરિયાદમાં આક્ષેપ છે. રસોડામાં તેલ-પાણી ઢોળી પાડવાનો પણ પ્રયાસ કરાયો હોવાના આક્ષેપ થયા છે. મિલકતમાં હિસ્સો આપવા માટેનું દબાણ કર્યાનો આરોપ છે. આથી, કંટાળેલા પુષ્પાબેન જોશીએ પુત્રવધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પુત્રવધુ અને પૌત્રીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. પુત્રના મોત બાદ છેલ્લા બે વર્ષથી પરેશાન કરતાનો પણ આક્ષેપ થયો છે.......જુઓ અહેવાલ..........

