Rajkot : વિદ્યાર્થીઓને ચોક્કસ જગ્યાએથી ફરજિયાત પુસ્તકો અને યુનિફોર્મ ખરીદી માટે દબાણ
રાજકોટમાં ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ચોક્કસ સ્ટેશનરીમાંથી પાઠ્યપુસ્તકો અને યુનિફોર્મ ખરીદવા દબાણ કરવાના મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
12:50 PM Jun 03, 2025 IST
|
Hardik Shah
Rajkot : રાજકોટમાં ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ચોક્કસ સ્ટેશનરીમાંથી પાઠ્યપુસ્તકો અને યુનિફોર્મ ખરીદવા દબાણ કરવાના મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) દ્વારા આ અંગે પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવી હતી, જેના આધારે DEOએ ભરાડ સ્કૂલ, મોદી સ્કૂલ, મહાત્મા ગાંધી સ્કૂલ, નિર્મલા સ્કૂલ અને તપન સ્કૂલ સહિત 10થી વધુ શાળાઓને નોટિસ પાઠવી છે. આ શાળાઓ પર આરોપ છે કે તેઓ વિદ્યાર્થીઓને નિર્ધારિત દુકાનોમાંથી જ શૈક્ષણિક સામગ્રી ખરીદવા ફરજ પાડે છે, જે DEOના પરિપત્રનું ઉલ્લંઘન છે. ફરિયાદ મળ્યા બાદ DEOએ તપાસ શરૂ કરી છે અને આ શાળાઓ પાસેથી ખુલાસો માગ્યો છે. NSUIએ આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે, જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓ પર થતું આર્થિક દબાણ ઘટે.
Next Article