Rajkot : સુલતાનપુરમાં VCEના સમર્થનમાં ગામ હિલોળે! TDOના આદેશ સામે શાળા-બેંકો બંધ, ગ્રામજનોની આંદોલનની ચીમકી
- TDOએ VCEને છૂટા કરી ફોજદારી કાર્યવાહીનો કર્યો આદેશ
- સુલતાનપુરના VCEને છૂટા કરી દેતા ગ્રામજનોએ કર્યો વિરોધ
- ગામની સંસ્થા, શાળા, બેંકો સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો
- પાટીદાર અગ્રણી જિગીષાબેન પટેલ વિરૂદ્ધ પણ કર્યા આક્ષેપ
- ખોટી રીતે VCEની ફરિયાદ કરી છૂટા કરી દીધાના આક્ષેપ
- આગેવાનો અને ગ્રામજનોએ મામલતદાર કચેરીએ કરી રજૂઆત
- VCE વિરૂદ્ધ કાર્યવાહી થશે તો બંધ પાળવાની ચીમકી ઉચ્ચારી
Rajkot : સુલતાનપુર ગામમાં ગ્રામ પંચાયત કચેરીના VCE (Village Computer Entrepreneur) ને ફરજમુક્ત કરી તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવાના તાલુકા વિકાસ અધિકારી (TDO) ના આદેશ બાદ સમગ્ર ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. TDOની આ કડક કાર્યવાહીના વિરોધમાં ગ્રામજનોએ એકજુથ થઈને ગામની તમામ સંસ્થાઓ, શાળાઓ અને બેંકોને સજ્જડ બંધ રાખીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
આગેવાનો અને ગ્રામજનોએ મામલતદાર કચેરીએ કરી રજૂઆત
ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે પાટીદાર અગ્રણી જિગીષાબેન પટેલ દ્વારા કરવામાં આવેલી ખોટી અને પાયાવિહોણી ફરિયાદોને આધારે VCE ને અન્યાયી રીતે છૂટા કરી દેવામાં આવ્યા છે. આ મામલે ન્યાય મેળવવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનોએ મામલતદાર કચેરીએ પહોંચીને લેખિત રજૂઆત કરી હતી અને સાથે જ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે જો નિર્દોષ VCE વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, તો આગામી સમયમાં પણ ગામ સજ્જડ બંધ પાળીને આંદોલનને વધુ વેગવંતુ બનાવશે.
આ પણ વાંચો : Rajkot : ભગવતીપરામાં મારામારી! ઓટો ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત


