Rajkot : ગુરૂ-શિષ્યના સંબંધોને લાંછન, સગીરા, શિક્ષક અને શોષણ!
રાજકોટમાં શિક્ષક અને સગીરા વિદ્યાર્થિનીના સંબંધને લઈને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી શોષણ કર્યાના આક્ષેપ બાદ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. ફરિયાદના આધારે પોલીસે શિક્ષક મોહિત ટાંકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
રાજકોટમાં ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લગાવતો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આક્ષેપ મુજબ શિક્ષક મોહિત ટાંકે સગીરા વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી અડપલાં કર્યા હતા. બાદમાં ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ છે. વિદ્યાર્થિની ડરેલી જણાતાં સમગ્ર મામલો સામે આવ્યો અને રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ. પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.

